સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ ૨ના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ ૧૯ મી નવેમ્બર ૨૦૨૪ના રોજ “વિશ્વ શૌચાલય દિવસ” નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારુ અમલીકરણ માટે સૂચનો કર્યા હતા. જિલ્લામાં ૧૯ નવેમ્બરથી “આપણું શૌચાલય: આપણું સન્માન” અભિયાનની શરૂઆત કરાઈ છે, જેમાં જિલ્લામાં આગામી ૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા કલેકટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ અને સરપંચને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા આ સાથે સરકારની સહાયથી શૌચાલય બનાવનાર પાંચ જેટલા લાભાર્થીઓને વહીવટી મંજુરી હુકમો એનાયત કરાયા હતા.
અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ.શેખએ જણાવ્યું કે, સરકારની ગાઇડલાઈન મુજબ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે,જેમાં ગ્રામ્ય સ્તરે તથા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, શાળા, આંગણવાડી, અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા સામૂહિક શૌચાલયની ઓળખ કરવી અને તેને વિવિધ સુવિધાઓ પ્રોવાઇડ કરીને ફરી ચાલુ કરાવવા, પાણી, દરવાજાનું સમારકાર, વીજળી વગેરે સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓમાં શૌચાલયની જરૂરિયાત માટે અસેસમેંટ કરી CSR અથવા ઉપલબ્ધ અન્ય ભંડોળના ઉપયોગથી સંસ્થાઓમાં પણ સૌચાલય બનાવવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓને ઓળખ કરવી,OTA ગ્રાન્ટનો ઉપયોગ કરીને CSCs અને સંસ્થા કે સૌચાલયનું રીટ્રો ફીટીંગ કરવામાં આવશે. આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના વિવિધ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.