આજે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે ત્યારે અમદાવાદ સ્ટેડિયમમાં જોવા આવનારા લોકોને કોઈ હાલાકી ના પડે તે માટે અને પ્રેક્ષકોને પાર્કિંગની પૂરતી સુવિધા મળી રહે તે માટે સ્ટેડિયમની આજુબાજુ ના કુલ 15 પાર્કિંગ સ્થળો બનાવવામાં આવ્યા છે. જેમાં ટુ વ્હીલર માટે કુલ 5 પાર્કિંગ અને ફોર વ્હીલર માટે 8 પાર્કિંગ એમ મળી ને કુલ 13 પાર્કિંગ બનાવવામાં આવ્યા છે અને જેની કુલ ક્ષમતા 15,000 ટુ વ્હીલર અને 7,000 ફોર વ્હીલરની છે.
જોવા આવનારા લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે એપની સુવિધા પણ આપવામાં આવી છે જેની મદદથી મેચ જોવા આવનાર દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ શો માય પાર્કિંગ – એપ્લિકેશન પર થી ફરજિયાત એડવાન્સ બુક કરી ને આવવાનું રહેશે
Download ShowMyParking App For Hassle free parking experience.
વર્લ્ડ કપ 2023ની 36મી મેચ આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે 6માંથી ચાર મેચ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સૌથી નીચેના સ્થાને છે. તેણે માત્ર એક જ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલ મેચમાં પહોંચવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. ટીમ પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં પહોંચવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. ઓસ્ટ્રેલિયાના હાલ 8 પોઈન્ટ છે. તેણે 4 મેચ જીતી છે અને 2 હારી છે. ઓસ્ટ્રેલિયાને ભારત અને દક્ષિણ આફ્રિકાએ હરાવ્યું છે. ટીમનો અનુભવી ખેલાડી મિચેલ માર્શ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. તેથી તે આ મેચમાં નહીં રમે. ગ્લેન મેક્સવેલના પણ રમવાની શક્યતા ઓછી છે. મેક્સવેલ ઘાયલ છે. તેથી ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવા પડશે. ટીમ કેમરૂન ગ્રીનને તક આપી શકે છે.
ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પરંતુ તે અન્યની રમત બગાડી શકે છે. ઈંગ્લેન્ડે 6 મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે. તેના 2 પોઈન્ટ છે. તેને છેલ્લી ચાર મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડને હજુ ત્રણ મેચ રમવાની બાકી છે. ઓસ્ટ્રેલિયા બાદ તે નેધરલેન્ડ અને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે.