શહેરના હરણી તળાવમાં એક વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબી હોવાનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો ના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. બોટ પલટી મારતા લોકોના ટોળે ટોળા તળાવ પર ઉમટ્યા છે. ફાયર અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તળાવમાંથી 12 બાળકો અને 2 શિક્ષકો ના મૃતદેહ ને બહાર નિકાળવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓની શોધખોળ ચાલું છે.
મળતી માહિતી પ્રમાણે, વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર બોટમાં 20 થી 25 બાળકો સવાર હતા. અમુક વિદ્યાર્થીનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને લેક ઝોન ખાતે લાવવામાં આવ્યા હતા. બોટની કેપેસિટીથી વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એડવેન્ચર ગ્રુપના ખાનગી કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. બોટીંગ કોન્ટ્રાક્ટર દ્વારા બાળકોને લાઈવ જેકેટ પણ આપવામાં ન આવ્યું હતું.
બોટિંગ કોન્ટ્રાકર પરેશ શાહે નિલેશ જૈન ને સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી.
વડોદરાની ઘટના ખૂબ જ દુ:ખદ, કસૂરવારો સામે પગલા લેવામાં આવશે: રૂષિકેસ પટેલ
વડોદરાની દુર્ઘટનાને લઇને આરોગ્યમંત્રી ઋષિકેસ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, ખૂબ જ દુઃખદ ઘટના છે.જે લોકોના મરણ થયેલ છે તેમના પરિવારજનોને સાંત્વના, ઘટના માટે જવાબદાર સામે પગલા લેવામાં આવશે.સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે અન્ય જિલ્લા ના રાજકીય અગ્રણીઓ એ ઘટના સ્થળ ની મુલાકાત કરી અને વડોદરા એરપોર્ટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે .
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ વડોદરા ની ઘટના ને દુખદ ગણાવી દુખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રી એ પ્રધાનમંત્રી ફંડ માંથી મૃતકોને રૂપિયા 2,00,000/- (બે લાખ ) ની સહાય જાહેર કરી.
હરણી તળાવમાં બોટીંગ માં સલામતીના સાધનો ન હતા તેની જાણકારી અગાઉ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ને એક જાગૃત નાગરિક દ્વારા આપવામાં આવી હતી પરંતુ સરકારી બેદરકારીના કારણે આ દુઃખદ દુર્ઘટના બની છે.
બોટ માં 14 લોકો ની કેપેસિટી સામે 27 લોકો ને બેસાડવામાં આવેલા તેમજ બેસાડેલ તમામ ને સલામતી ના સાધનો પહેરાવામાં આવેલ ના હતા. મળતી માહિતી મુજબ 8 જેટલા બાળકોને સેફટી જેકેટ આપવામાં આવેલા હતા અને બાકીના લોકો ને સલામતી વગર જ સવારી કરાવી હતી.
હર્ષ સંઘવીએ 14ના મોતની કરી પુષ્ટિ
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યાં હતા.
મૃતકોમાં કોણ કોણ સામેલ
- સકીના શેખ
- મુઆવજા શેખ
- આયત મન્સૂરી
- અયાન મોહમ્મદ ગાંધી
- રેહાન ખલીફા
- વિશ્વા નિઝામ
- જુહાબિયા સુબેદાર
- આયેશા ખલીફા
- નેન્સી માછી
- હેત્વી શાહ
- રોશની સૂરવે
મૃતક લેડી ટીચર
1). છાયા પટેલ
2). ફાલ્ગુની સુરતી