જોધપુર ટેકરા વિસ્તારમાં આવેલા ચિન્મય મિશન સ્વાસ્થ્ય કેન્દ્રમાં રવિવારે એટલે કે આવતી કાલે સવારે 9થી 1 વાગ્યા સુધી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દર્દીઓને જનરલ રોગો, હ્રદયના રોગ, ડાયાબિટીસ, હાડકાંના રોગ, આયુર્વેદ, હોમિયોપેથી જેવા વિવિધ શાખાના તબીબો હાજર રહી ચકાસણી કરશે. આ સાથે ઈસીજી, બીપી, આરબીએસ, બીએમડી, બીએમઆઈ બોડીફેટનું ચેક અપ નિશુલ્કની સેવા ઉપલબ્ધ કરી આપવામાં આવશે તેમજ ફૂલ બોડી ચેકઅપ માટે રાહત દરે કરી આપવામાંઆવશે
ચેકઅપ અને નિદાન બાદ દર્દીઓને દવાઓ પણ રાહત દરે સારવાર આપવાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પમાં આવેલા દર્દીઓને સ્વાસ્થ્ય કેન્દ્રની બધી ટ્રીટમેન્ટ એક મહિના સુધી રાહત દરે આપવામાં આવશે. ચિન્મય મિશનના આ સ્વાસ્થ્ય કેન્દ્ર પર આયોજિત ફ્રી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે નાગરિકોને આહવાન કરવામાં આવ્યું છે. જરૂરિયામંદ દર્દીઓને રાહતદરે નિદાન અને સારવાર મળી રહે તે માટે ખાસ આયોજન કરાયું છે. ચિન્મય મિશન દ્વારા હેલ્થ અને ચેકઅપ કેમ્પનું આયોજન સમયાંતેર કરવામાં આવે અને મોટી સંખ્યમાં લોકો તેનો લાભ લઈ રહ્યા છે.