આદ્યશક્તિ મા જગદંબાની ભાવવાહી ભક્તિની પર્વમાળા સમાન નવરાત્રિ મહોત્સવની ઉજવણીની આડે ગણતરીના દિવસો રહ્યાં છે. ત્યારે ગરબા આયોજકોએ તંત્ર પાસેથી નવરાત્રિમાં ગરબા રાસની રમઝટના આયોજન માટે પરવાનગી લેવાની ગતિવિધિ આરંભી દીધી છે એવામાં નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ હવે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકડ વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરનામું નવરાત્રીના પ્રથમ નોરતાંથી લઈ દશેરા સુધી લાગુ પડશે.
સરકાર દ્વારા ગરબા રમવાના સમયમાં બે કલાકનો વધારો કરીને મોડીરાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી જાહેર કરવામાં આવતાં ખેલૈયાઓમાં આનંદ ઉલ્લાસ પ્રસરી ગયો છે
અનેક જ જગ્યાએ નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન થયું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હવે અનેક વિસ્તારોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રીને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આગામી તારીખ 15થી 24 ઓક્ટોબર સુધી અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.