ગુજરાતના 80 માછીમારોના પરિવારોની દિવાળી સુધરી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, પાકિસ્તાનની જેલમાં કેદ 80 ગુજરાતી માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. બુધવારના રોજ 80 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા આ માછીમારો 10 નવેમ્બરના વાઘા બોર્ડર પર પહોંચશે જ્યાંથી તમામને ટ્રેન મારફતે વેરાવળ લાવવામાં આવશે.
આ માછીમારો વાઘા બોર્ડર પર પહોંચ્યા અને ત્યાંથી ટ્રેન મારફતે વેરાવળ પહોંચશે. હાલ તો પાકિસ્તાનમાં કેદ માછીમાર પરિવારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
જોકે હજુ 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ તમામ 80 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં 2021થી કેદ હતા.
પાકિસ્તાન અને ભારત નિયમિતપણે દરિયાઈ સીમાઓનું ઉલ્લંઘન કરવા બદલ એકબીજાના માછીમારોની ધરપકડ કરે છે. બંને દેશોની જેલમાં હજુ પણ ડઝનબંધ માછીમારો કેદ છે જેમના પર દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.