Narmada News : સુરત ખાતે રહેતા બલડણિયા કોટડી પરિવારના 7 લોકો પોઈચા પાસે આવેલ નર્મદા નદીમાં ડૂબ્યા છે. 7 લોકોમાં 3 નાના બાળકો પણ હતા. જોકે, 7 પૈકી 1 વ્યક્તિનો સ્થાનિકો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે 7 લોકો નદીના વહેણમાં તણાઈ જતા લાપતા બન્યા છે. 7 લોકોની શોધખોળ ચાલુ છે. રાજપીપળા નગર પાલિકાનાં ફાયર ફાઈટરે શોધખોળ હાથ ધરી છે.
આ તમામ લોકો સુરતના (મુળ અમરેલીના વતનીઓ) હોવાનું મનાય છે અને તેઓ પોઇચા ફરવા માટે આવ્યા હોવાનું જાણવા મળે છે. તેઓ નર્મદા નદીમાં નહાવા જતાં આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળે છે. ઘટનામાં ત્રણ નાના બાળકો સહિત આઠ લોકો નદીમાં ડૂબ્યાં છે પણ એક યુવાનને સ્થાનિકોએ આબાદ બચાવી લીધો છે.
નદીમાં નહાવા પડેલા આ લોકો એક પછી એક ડૂબવા લાગ્યા હતા અને તેથી બચાવો..બચાવોની બુમો પડતાં સ્થાનિક તરવૈયાઓ નદીમાં છલાંગ મારી પ્રયાસ કયૉ હતો. જો કે હજુ પણ સાત લોકો લાપતા છે અને તમામની શોધખોળ ચાલુ કરાઇ છે. રાજપીપળા પોલીસ અને ફાયરની ટીમ બચાવ કામગીરીમાં જોતરાઇ છે.તેમજ સ્થાનિક લોકો દ્વારા પણ મદદ પૂરી પડાઇ રહી છે
બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદ્યા
નદીમાં તણાયેલા આઠ લોકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. અચાનક પાણીમાં ડૂબવા લાગતા તેમણે બૂમા-બૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ રાજપીપળા ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટના સ્થળ પર પોલીસ તંત્ર અને ફાયરના જવાનો પહોંચ્યા હતા