56130 મે.ટન કોલસા લઇને આવેલું કાર્ગો શિપ ગ્રાઉન્ડ થતા મચી દોડધામ : ટગની મદદ માંગી ભાવનગર બંદર (એન્કરેજ) ખાતે 56130 મે.ટન કોલસો લઇને આવેલું જહાજ ખંભાતના અખાતના અસમાન્ય દરિયાઇ કરન્ટને કારણે ઢસડાઇને ગ્રાઉન્ડ થઇ જતા દોડધામ મચી હતી. એમ.વી. રોયલ પ્રાઇડ જહાજ 56130 મે.ટન કોલસો લઇને ભાવનગર એન્કરેજ ખાતે શુક્રવારે સવારે 7.40 કલાકે આવી પહોંચ્યુ હતુ. ખંભાતના અખાતમાં અસમાન દરિયાઇ કરન્ટને કારણે જહાજનું એન્કર ઢસડાવા લાગતા જહાજ આગળ ભાગવા લાગ્યુ હતુ અને એક સમયે ગ્રાઉન્ડ થઇ ગયુ હતુ. જહાજ ઢસડાવાની જાણ ખંભાત રડાર સ્ટેશન વીટીએસને થતા જવાબદાર અધિકારીએ જહાજના કેપ્ટનને સ્થિતિથી વાકેફ કરવાના પ્રયત્ન કરવામાં આવતા પ્રયાસો અનુત્તર રહ્યા હતા અને જહાજનું મેઇન એન્જીન ઉપયોગમાં લેવા માટે જણાવવામાં આવ્યુ તેને પણ અનુસરવામાં આવ્યુ ન હતુ. જીએમબીના અધિકારીઓના ખંભાતના અખાતના જ્ઞાન અને અનુભવના આધારે ઢસડાઇ રહેલા જહાજને પુન: તરતુ કરાવવામાં સફળતા હાથ લાગી હતી અને તમામ સરકારી વિભાગોના શ્વાસ હેઠા બેઠા હતા. . . . . . . . . . . . .
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું