અમદાવાદ શહેરના વટવા ( Vatva ) વિસ્તારમાં આર્થિક રીતે પછાત લોકો માટે બાંધવામાં આવેલા 514 મકાનો કોઈપણ ઉપયોગ વિના તોડી પાડવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ મકાનોના નેગેટિવ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટને કારણે મહાનગરપાલિકાએ આ
તમામ EWS મકાનો તોડી પાડવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ ( Ahmedabad ) શહેરના વટવા વિસ્તારમાં આર્થિક રીતે પછાત લોકો માટે બાંધવામાં આવેલા 514 મકાનો કોઈપણ ઉપયોગ વિના તોડી પાડવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ મકાનોના નેગેટિવ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટને કારણે મહાનગરપાલિકાએ આ તમામ EWS મકાનો તોડી પાડવાનો નિર્ણય લીધો છે.
વટવા વિસ્તારમાં વર્ષ 2011 દરમિયાન બનેલા આ મકાનોની હાલત ઉપયોગના અભાવે જર્જરિત બની છે. મકાન બન્યા પછી 15 વર્ષ સુધી કોઈ રહેવા આવ્યું ન હતું. આ તમામ મકાનો હજુ પણ ખાલી છે. અહીંના એક નાગરિકે જણાવ્યું કે હાલમાં આ મકાનોમાં કોઈ રહેતું નથી અને જેમને ફાળવવામાં આવ્યા છે તેઓ પણ હજુ રહેવા આવ્યા નથી. આ મકાનોનું સમારકામ કરવામાં આવ્યું ન હોવાનું જાણવા મળે છે.
તમામ મકાનો તોડી પાડવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર વટવામાં ઇડબ્લ્યુએસ હેઠળ બનેલા મકાનોનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ 15થી 17 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે. જેના કારણે આ તમામ મકાનો તોડી પાડવામાં આવશે. આ તમામ મકાનોની હાલત સારી નથી. મકાનો તોડી પાડ્યા બાદ આ જગ્યાએ નવા મકાનો બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો – ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત આઠ સ્ટેશનોનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ