અમદાવાદમાં નવનિર્માણ પામી રહેલ નારણપુરા સ્ટેડિયમનું ઉદ્ધાટન 29મીના રોજ અમિત શાહ દ્વારા કરવામાં આવશે. રૂપિયા 631.77 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ સ્ટેડિયમમાં સ્પોસ્ટ્સ કોમ્પલેક્ષમાં 4 આંતરરાષ્ટ્રીય કક્ષાના કોમ્પલેક્ષ ઉભા થનાર છે. આ સ્ટેડિયમમાં 300 ખેલાડીઓના રહેવા સાથે રમત રમી શકે તે માટે કોમ્પલેક્ષમાં વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સ્ટેડિયમનું બાંધકામ 20.39 એકર જમીન પર કરવામાં આવ્યું છે. જેમાં ટેબલ ટેનિસ, બોક્સિંગ, ટેકન્વોડ, બેડમિન્ટન, રેસલિંગ, ફેંસિંગ ઓલિમ્પિક કક્ષાએ રમી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.આ સ્ટેડિયમમાં એક કોમ્યૂનિટી ક્લબ ક્લાસ બનાવાશે જ્યારે ઈન્ડોર સ્પોર્ટ્સ અને ફિટ ઈન્ડિયા ઝોન બનાવાશે. જેમાં સ્થાનિક નાગરિકો દરરોજ ઉપયોગ કરી શકે તે રીતે યોગ, ઓપન જીમ, બાળકો અને વૃદ્ધોની એક્ટિવિટી માટે રહેશે. આ સ્ટેડિયમનું કામ 30 મહિનામાં પૂરું કરાશે. આ સ્ટેડિયમના ગ્રાઉન્ડમાં 8700 પ્રેક્ષકો ઉપસ્થિત રહી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ આખા પ્રોજેક્ટને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ત્યારે SVP હોસ્પિટલ બાદ આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી તરફથી શહેર માટે નવું નજરાનું હશે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું