Gujarat News Update
Gujarat News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
આગામી તા.૧૦મી ઓગસ્ટે રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે. કેન્દ્રિય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રિય મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ થશે.
Gujarat News
તા.૧૧મી ઓગસ્ટે સુરત ખાતે યોજાનાર તિરંગા યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા તેમજ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્યતા સાથે યોજાશે.
તા.૧૨મી ઓગસ્ટે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન છે Gujarat News જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઇ શુક્લાની ઉપસ્થિતિમાં શાનદાર કાર્યક્રમો સાથે તિરંગા યાત્રા નિકળશે. તિરંગા યાત્રા ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારી રાષ્ટ્ર ચેતના યાત્રા બને તેવી નેમ રાખવામાં આવી છે.
તિરંગા યાત્રાનું સમાપન તા.૧૩મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમો સાથે થશે. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે
Gujarat News : આંખ અને હૃદય સબંધિત આ વસ્તુઓ બનાવામાં ગુજરાત અગ્રેસર રાજ્ય