Gujarat News: કોઇ મુસાફરને બેગ ભૂલી ગયુ હોવાનું લાગતા બેગને પ્લેટફોર્મ પર લઇ જઇ ચેક કરવામાં આવી હતી.. આ દરમ્યાન તેમાંથી 2 માસની નવજાત બાળકી મળી આવી હતી
અમદાવાદમાં ફરી એક માસૂમ બાળકીને જનેતાએ ત્યજી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. .. નિર્દયી માતા ટ્રેનના ડબ્બામાં ટ્રાવેલ બેગની અંદર બાળકીને મૂકી ફરાર થઇ ગઇ… રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધી CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
આ રીતે ટ્રાવેલ બેગમાંથી મળી બાળકી
મળતી વિગતો પ્રમાણે કાલુપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 6 પર બાંદ્રાથી લોકશક્તિ ટ્રેન અમદાવાદ પહોંચી હતી.. અને ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરની અવર જવર વચ્ચે એક બિનવારસી કાળા રંગની બેગ જનરલ ડબ્બામાં મળી આવી હતી ..કોઇ મુસાફરને બેગ ભૂલી ગયુ હોવાનું લાગતા બેગને પ્લેટફોર્મ પર લઇ જઇ ચેક કરવામાં આવી હતી.. આ દરમ્યાન તેમાંથી 2 માસની નવજાત બાળકી મળી આવી હતી.. મુસાફરોએ રેલવે પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.. અને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.. જ્યાં બાળકી સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. રેલવે પોલીસે નવજાત બાળકીને ત્યજી દેવાના કેસમા અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આણંદ અને નડિયાદ રોકાઈ હતી ટ્રેન
પોલીસ તપાસમાં સામે આવ્યું કે બ્રાન્દ્રાથી નીકળેલી લોકશક્તિ ટ્રેન અમદાવાદ પહોંચી તે પહેલા આણંદ અને નડિયાદ રોકાઈ હતી.. જેથી રેલવે પોલીસ દ્વારા CCTV ચેક કરીને બાળકીને આ રીતે બેગમાં મુકી ફરાર થનાર સામે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ અને નડિયાદ રેલવે સ્ટેશનમાંથી પણ CCTV ફૂટેજની ચેકીંગ શરૂ કરવામાં આવી છે. .. અને શકસપદ મહિલા કે વ્યક્તિની શોધખોળ કરવા જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.
2 મહિલા કર્મીઓ બાળકી માટે માતાની ગરજ સારી રહ્યા છે
હાલ તો 2 મહિલા પોલીસ બાળકીની સારસંભાળ રાખીને માતાની ફરજ પુરી કરી રહ્યા છે.. બે માસની માસુમ બાળકીને આ રીતે ત્યજી દેનાર માતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે આ ઘટનામાં હકીકત શું છે તે તો તપાસ બાદ જ સામે આવશે