માત્ર 13 વર્ષની નાની ઉંમરના નાના બાળકને પોતાના નામે સ્પેસ રોકેટની પેટન્ટ રજીસ્ટર કરાવી
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
આજકાલના વાલીઓ સામાન્ય રીતે તેમનું બાળક સતત મોબાઈલમાં ગેમ રમતું હોવાની અથવા રીલ્સ જોયા કરતું હોવાની ફરિયાદ કરતા હોય છે, ત્યારે વડોદરામાં મોબાઈલ મેનિયાનો કઈક જુદો જ કિસ્સો પ્રકાશમાંમાં આવ્યો છે.
વડોદરા શહેરની ખાનગી શાળામાં અભ્યાસ કરતો 13 વર્ષીય વ્રજ પટેલ સામાન્ય બાળકોની જેમ જ અભ્યાસ સાથે મોબાઈલનો ઉપયોગ કરે છે.
પણ વ્રજ ની ખાસિયત એ છે કે તે મોબાઈલ માં ગેમ્સ કે રિલ્સ ના રવાડે નથી ચડ્યો. વ્રજને ખુબ નાની ઉંમરથી જ સ્પેસ ટેકનોલોજીમાં રસ છે.
જેથી તે પોતાના મોબાઈલમાં સ્પેસ ટેકનોલોજી વિશે અભ્યાસ કરતો હોય છે. તો સાથે જ પોતાના ઘરે અવનવા એકપેરીમેન્ટ કરતો હોય છે.
એક દિવસ વ્રજ જ્યારે ગૂગલ પર રિસર્ચ કરી રહ્યો હતો, ત્યારે તેણે વર્ષ 2040માં પૃથ્વી સાથે કોઈ અવકાશી પદાર્થ ટકરાવવાનો અહેવાલ ધ્યાને આવ્યો. જેથી તુરંત જ તેને અવકાશી પદાર્થને પૃથ્વી સાથે કઈ રીતે ટકરાતા રોકી શકાય તેના પર રિસર્ચ શરૂ કર્યું. વ્રજ પટેલ એ જ્યારે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું.
ત્યારે તેની ઉંમર માત્ર 11 વર્ષ હતી. 11 વર્ષની નાની ઉંમરે વ્રજે અવકાશી પદાર્થનો બ્રહ્માંડમાં જ નાશ કરી શકે તેવા પ્રકારના રોકેટની પેટન્ટ તૈયાર કરી. જે પેટન્ટને વર્ષ 2023માં મંજૂરીની મહોર લાગી છે. હાલ વ્રજની ઉંમર 13 વર્ષ છે.
વ્રજ એ દેશમાં પ્રથમ નાની ઉંમરે સ્પેસ રોકેટની પેટન્ટ મેળવવાની જે સિદ્ધિ હાંસલ કરી છે, તેમાં તેના પિતા મિથીલેશ પટેલની ખુબ મહત્વની ભૂમિકા છે.
મીથીલેશ પટેલ પોતે એક શોધકર્તા છે અને તેઓ ટેકનોલોજીના ઉપયોગ થકી વિવિધ સંશોધન કરતા હોય છે ત્યારે તેમને પોતાને પણ પોતાના બાળક માં રહેલી સ્પેસ ટેકનોલોજી અંગે ની રુચિ જોઈ નવાઈ લાગી હતી.
જેથી તેઓએ પોતાના બાળકને રોકેટ બનાવવાનું સપનું સાકાર કરવામાં બનતી મદદ કરી હતી.
http://www.shantishram.com/news/19942/05/09/2023/
લાંબા સમય ની મેહનત તેમજ વિવિધ રિસર્ચ બાદ વ્રજ પટેલ અને તેના પિતા ને બ્રહ્માંડ માં જઈ અવકાશીય પદાર્થ નો નાશ કરી શકે તેવા રોકેટ ની પેટન્ટ તૈયાર કરવામાં સફળતા મળી હતી.
આવનાર સમય માં કેન્દ્ર સરકાર ના વિવિધ વિભાગો ની મંજુરી લીધા બાદ કેટલીક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સ્પેસ રોકેટના પ્રોજેક્ટ પર વધુ કામ કરવામાં આવશે.
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.cssf
Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews
Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagramhttps://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat