Gujarat News: ગુજરાતમાં ઉનાળો દિવસે દિવસે આકરો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર ગયુ છે. તાપમાનમાં વધારો થવાની સાથે ગુજરાતમાં રોગચાળો પણ વકરી રહ્યો છે. કાળઝાળ ગરમીના પગલે રાજ્યમાં બીમારીના કેસ વધ્યાં છે.
ઉનાળાની શરૂઆત હોવાથી લોકો થોડા બેદરકાર હોય છે અને સાવચેતી ના પગલાં લેતા નથી હોતા. જ્યારે કાળઝાળ ગરમીના પગલે છેલ્લા ૯ દિવસમાં 1500થી વધુ લોકો બેભાન થયા હોવાના કેસ સામે આવ્યા છે. તો સાથે જ પાણીજન્ય બિમારીઓં ના કારણે પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવાના કેસ પણ વધ્યાં છે. ગરમીના કારણે ગુજરાત ની 108 ઈમરજન્સી સર્વિસને 7 હજારથી વધુ કોલ મળ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
દેશમાં નોંધપાત્ર તાપમાનમાં વધારો
દિલ્હી સહિત દેશના રાજ્યોમાં તાપમાનમાં વધારાને કારણે ગરમી વધી છે.
રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40-43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે.
જ્યારે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ તાપમાન સામાન્ય કરતા 2-4 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.
ગુજરાતમાં ગઇકાલે અનેક શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે.
રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં મહત્તમ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
પાંચ શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
તો આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ ની ચોંકાવનારી આગાહી
ગુજરાત ના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે હવામાન ને લઈને લોકોને રાહત આપનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રીમોનસુન એકટીવિટિ સાથે વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. તારીખ 12 થી 15 એપ્રિલ વચ્ચે આંધીવંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગો માં વરસાદ પડવાની શક્યતા છે. અને પાછું 16 એપ્રિલ થી રાજ્યના ભાગોમાં ગરમીનું પ્રમાણ વધશે. અને આ સામે માં રાજ્યના કેટલાક વિસ્તારોમાં 43 ડિગ્રી તાપમાન નો પારો જવાની શક્યતા છે.