૩૫ ગુજરાત એન.સી.સી બટાલિયન પાલનપુરના કેડેટ્સ દ્વારા આપણા દેશના વીર સપૂત સૈનિકોને આભાર સંદેશ:
Shantishram News, Diyodar, Gujarat.
આપણે સૌ દેશવાસીઓ શાંતિ અને સલામતીથી
પોતાના ઘરે સુરક્ષિત રહીને ઊંઘી શકીએ તો તેનો સંપૂર્ણ શ્રેય જાય છે,
આપણા દેશના વીર સપૂત સૈનિકોને.
દેશના સૈનિકો સરહદ પર રાત-દિવસ ખડેપગે રહી મા ભોમની રક્ષા કરી
આપણને શાંતિ અને સુરક્ષા પ્રદાન કરે છે.
વધુ વાંચો: મહારાષ્ટ્ર મુંબઈમાં વરસાદનો કહેરના કારણે બિલ્ડિંગ તૂટી પડી 3 ના મોત
આપણા દેશના બહાદુર વીર જવાનોનો ઉત્સાહ વધારવા માટે
કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગ રૂપે
ગુજરાત એન.સી.સી. નિયામકશ્રી દ્વારા
“એક મેં સો કે લીયે”
અભિયાન અંતર્ગત ગુજરાત એન.સી.સી. નો સંદેશ
કારગીલ જવાનોને મોકલવામાં આવ્યા છે.
આ વિષય અનુસંધાને ૩૫ ગુજરાત એન.સી.સી બટાલિયન પાલનપુરના કેડેટ્સ દ્વારા
કારગીલમાં દેશની રક્ષા કરતા જવાનોનો ઉત્સાહ વધારવા અને
આભાર વ્યકત કરવા માટે કુલ-૭૫૦ જેટલા આભાર કાર્ડસ લખવામાં આવ્યા છે.
૩૫ ગુજરાત એન.સી.સી. બટાલિયન દ્વારા લખાયેલા
આભાર કાર્ડ કમાન્ડરીંગ કર્નલ શ્રી રાજેશ નવારખેલેને સોંપવામાં આવ્યા હતાં.
૩૫ ગુજરાત એન.સી.સી. બટાલિય કેડેટ્સે દેશના જવાનોને લખેલા આભાર કાર્ડમાં દાખવેલી અભિવ્યક્તિની કળાની પ્રશંસા કરી,
એન.સી.સી. ના વિધાર્થીઓનો આ સર્વોત્તમ કાર્ય બદલ
કર્નલ શ્રી રાજેશે આભાર વ્યકત કર્યો હતો.
વધુ વાંચો: આ રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટતા આ 5 જિલ્લાઓમાં લાગુ કરાયુ સંપૂર્ણ લૉકડાઉન…
એન.સી.સી. કેડેટ્સ દ્વારા લખાયેલા કુલ-૭૫૦ આભાર કાર્ડ
જે કારગીલ જવાનોને કારગીલ વિજય દિવસ
તા. ૨૬ જુલાઈ-૨૦૨૧ના રોજ ભેટ આપવામાં આવશે.
તેમ ૩૫ ગુજરાત એન.સી.સી. બટાલિયનના
શ્રી મુકેશભાઈ જોષીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268