સંપૂર્ણ વિશ્વમાં આજે કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં આપણે ડૉક્ટરોનો આભાર માનવો જોઈએ.
પરંતુ વલસાડમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ઊંધું જ દેખાઈ રહ્યું છે.
હાલ ચાલી રહી કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલના ૨૦૦ જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી આવ્યા.
વલસાડ સિવિલ હોસ્પિટલના વર્ગ-૪ના કર્મચારીઓ સવારના જ હડતાળ પર બેસી ગયા છે એના લીધે લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે તેઓને કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેઓ જણાવ્યું કે, વિશ્વ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા છેલ્લા ચાર મહિનાથી પગાર ઘટાડી દેવામાં આવ્યો હતો આ છતાં તેઓને પગાર ચૂકવવામાં પણ નહોતો આવતો જેના લીધે તેઓ હડતાલ પર ઉતર્યા છે.
હોસ્પિટલના ૨૦૦ જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હોવાના લીધે હોસ્પિટલ અને તેમાં આવતા લોકોને ભારે તકલીફો વેઠવી પડી રહી છે.
સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ સ્વજનોનો મૃતદેહ લેવા આવેલ લોકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
આ સિવાય જે દર્દીઓની સારવાર ચાલી રહી છે તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આગળ તપાસ કરતા ખબર પડી કે કર્મચારીઓને પગાર ઘટાડવા તેમજ પગાર ન આપી રહ્યા હોવાની સાથે વિશ્વ એન્ટરપ્રાઈઝ દ્વારા કર્મચારીઓનો P.F. પણ બંધ કરવામાં આવ્યું હતું.
કર્મચારીએ કહ્યું છે અમે જ્યાં સુધી પગાર વધારો કરવામાં ન આવે અને બાકી નો પગાર ચૂકવવામાં નહી આવે ત્યાં સુધી હડતાલ પર રહીશું.