હિંમતનગર ખાતે મંત્રી શ્રી ગજેંન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમ યોજાયો જેમાં અન્ન પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે વડા પ્રધાનશ્રીની વિકાસયાત્રા થકી દેશના છેવાડાના માનવીને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી શક્યો છે. કેન્દ્ર સરકારના સુશાસનના ૮ વર્ષ પૂર્ણ થતા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજીત ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનનો કાર્યક્રમ નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ગજેંન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ, હિંમતનગરના ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારની ૧૩ ફેલગશીપ યોજનાઓ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આ યોજનાઓના સિધ્ધ કરાયેલ લાક્ષાંક વિષે વિવિધ વિભાગના અધિકારીઓ એ પ્રેઝનટેશન દ્વારા માહિતી આપી હતી. આ પ્રસંગે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ગજેંન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતુ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુસાશનના ૮ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સુસાશન સપ્તાહની સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે વડા પ્રધાનશ્રીની વિકાસયાત્રા થકી દેશના છેવાડાના માનવીને વિવિધ કલ્યાણકારી યોજાનાઓનો સીધો લાભ મળી શક્યો છે.વડાપ્રધાનશ્રીએ દેશના તમામ વર્ગના લોકોની પ્રાથમિક સુવિધાઓને પ્રધાન્ય આપીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આજે દેશના કરોડો લોકોને વિવિધ યોજનાઓના લાભ આપીને તેમના જીવન ધોરણને ઊંચુ લાવવાના સખત પ્રયત્નો કર્યા છે.તો આજના આ સુશાસનની ઉજવણીના પ્રસંગે આપણે સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ થકી ભારતમાતાને સમૃધ્ધીના શિખરે લઇ જવા માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દિપસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાનશ્રીએ દરેક પરિસ્થિતિમાં દેશહિતના નિર્ણયો લઇને ભારતને સર્વોપરી બનાવવા હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. જેના પરીણામ સ્વરૂપ આજે સમગ્ર વિશ્વ ભારતને આવકારી રહ્યુ છે. આજે ૨૦૦ જેટલા દેશો પૈકી ૧૮૭ દેશો ભરતને સમર્થન કરી રહ્યા છે. જે આપણા સૌ ભારતવાસીઓ માટે ગૌરવની વાત કહેવાય.વધુ તેમણે જણાવ્યુ કે આજે મને કહેતા ગૌરવ થાય છે કે જ્યારે આખુ વિશ્વ કોરોના જેવી મહામારી સામે જજૂમી રહ્યુ હતુ ત્યારે આપણા આ દેશે કોરોનાની રસી આપીને વિશ્વના કોરોના દર્દીઓને જીવનદાન આપ્યુ છે. આ પ્રસંગે અગ્રણી શ્રી ગિરીશભાઇ જગાણીયાએ જણાવ્યુ હતુ કે સરકાર સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને વિવિધ યોજનાઓ થકી તેમના જીવનધોરણમાં સુધારો આવે તે માટે પ્રયત્નો કરી રહી છે. તેમણે જણાવ્યુ કે કિશાન સન્માન નિધિ યોજના થકી દેશના ૧૧ કરોડ જેટલા ખેડૂતોને ખેતી કામ માટે સીધી સહાય આપવામાં આવી છે. દેશના વડાપ્રધાને દેશના દરેક નાગરીકના તંદુરસ્તીની ચિંતા કરી આયુષ્યમાન ભારત અને સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આજે જનધન યોજના થકી દેશમાં ૧૦ કરોડ થી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. જેના થકી સામાન્ય માનવીનો આર્થિક વ્યવહાર સરળ રીતે ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જેવી વિવિધ યોજનાઓ થકી દેશના માનવીને સીધો લાભ આપવામાં આવી રહ્યો છે.ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનનો કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્ટેજ પર લાભ આપી લાભાન્વિત કરાયા હતા.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું