હિંદવાણી આંજણા ચૌધરી સમાજ દ્વારા પ્રસંગોમાં નિયમો:
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વધી રહી છે.
સરકાર દ્વારા પણ અવાર-નવાર ગાઈડલાઈન જાહેર કરી તે પ્રમાણે વર્તવા લોકોને સુચના અપાઈ રહી છે.
સંક્રમણના કારણે કોરોના મહામારી તેજ ગતિએ ઘુસી રહી છે.
ત્યારે આજરોજ આદર્શ હાઈસ્કુલ ખાતે હિંદવાણી ડીહાવળ ચૌધરી સમાજની એક બેઠક
દીઓદરના ધારાસભ્ય અને
આંજણા કેળવણી મંડળના પ્રમુખ
શીવાભાઈ ભુરીયા
તથા
સમાજન દેસાઈઓ તથા
સમાજિક વડીલોની બેઠક યોજાયેલ
જેમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા સાથે સમાજ દ્વારા સમાજિક પ્રસંગોમાં નિયમોનું પાલન કરવાનું નક્કી કરાયેલ.
જેમાં લગ્ન લઈ એકજ વ્યક્તિએ જવું.
જાનમાં વરરાજ સાથે બે સખાયા બે જાનડીયુ સાથે એક જ ગાડી લઈને જવું
મોમેરા મોસાળામાં પાંચ વ્યક્તિઓએ જવું તથા જમણવાર સદંતર બંધ રાખવો.
તેમજ મરણ પ્રસંગોએ બેસણું (બપોરો) સદંતર બંધ રાખવાનું નક્કી કરાયેલ છે.
સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનારની પોતાની જવાબદારી રહેશે તેમ જણાવેલ.
આ બેઠકમાં બનાસડેરીના ડીરેક્ટર ઈશ્વરભાઈ ટી.પટેલ, ડામરાભાઈ પટેલ, ભારમલભાઈ પટેલ, સાદુળભાઈ પટેલ, પાંનાભાઈ પટેલ સહિતના સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.