હિંડનબર્ગના રિપોર્ટમાં નાણાકીય ગેરરીતિના આરોપો બાદ અદાણી ગ્રુપ તરફથી કરાયેલી પહેલી મોટી ડીલ
ACC અને Ambuja બાદ વધુ એક સિમેન્ટ કંપની Sanghi Cement ઉપર કબજો કરવામાં મેળવી સફળતા
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
હાલમાં અદાણી ગ્રુપ ભારત ના વિશ્વ ફલક પર પોતાની અમિત છાપ બનાવી રહ્યું છે.
જોકે જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
પરંતુ ગૌતમ અદાણી ના સંચાલન હેઠળ આ કંપનીઓના શેર ફરીથી ધીરે ધીરે ઉપર જઈ રહ્યા છે.
જ્યારે હવે અદાણી ગ્રુપ દ્વારા ACC અને Ambuja બાદ વધુ એક સિમેન્ટ કંપની ઉપર કબજો કરવામાં સફળતા મેળવી છે.
અદાણી ગ્રુપ ની અંબુજા સીમેન્ટ કંપનીએ 5000 કરોડ રૂપિયાની મોટી ડીલ ફાઈનલ કરી છે.
આ જાણકારી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને આપી.
આ ડીલ માં અંબુજા સીમેન્ટે 5000 કરોડ રૂપિયા થી સાંઘી ઈન્ડસ્ટ્રીઝમાંને ટેક ઓવર કરવાની જાહેરાત કરી છે.
સાંઘી ઈન્ડસ્ટ્રીઝ વેસ્ટર્ન ઈન્ડિયાની મોટી સીમેન્ટ નિર્માતા કંપની છે.
અને છેલ્લા લાંબા સમયથી સાંઘી ગ્રુપ નાણાકીય મુશ્કેલી અનુભવતું હતું.
કચ્છમાં આવેલા પ્લાન્ટ જેટી સહિતની સંપત્તિ ઉપર અદાણી ગ્રુપની બ્રાન્ડ લાગી.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વિટર દ્વારા જણાવ્યું કે અંબુજા સીમેન્ટ 2028 સુધી પોતાની સીમેન્ટ ક્ષમતાનું બમણુ ઉત્પાદન કરવા તરફ આગળ વધી રહી છે.
કંપની તરફથી ગુરુવારે બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ આ અધિગ્રહણનું ફંડિંગ સંપૂર્ણ રીતે આંતરિક સંસાધનો દ્વારા કરાશે.
હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણીની કંપનીઓ પર નાણાકીય ગેરરીતિના આરોપો બાદ ગ્રુપ તરફથી કરાયેલી આ પહેલી મોટી ડીલ છે.
આ ડીલથી અંબુજા સીમેન્ટ કંપનીને પોતાની ક્ષમતાને વધારીને 7.36 કરોડ ટન કરવામાં મદદ મલશે.
અંબુજા બીજી સોથી મોટી સિમેન્ટ નિર્માતા કંપની છે.
અદાણી ગ્રુપ ગત વર્ષ સપ્ટેમ્બરમાં અંબુજા સીમેન્ટ અને તેની સહયોગી એસીસી લિમિટેડમાં મોટા શેર લઈને સીમેન્ટ સેક્ટરમાં ઉતર્યું હતું.
કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે SIL ના અધિગ્રહણથી અંબુજા લિમિટેડને બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં મદદ મળશે.
તેનાથી કંપનીની સીમેન્ટ ઉત્પાદન ક્ષમતા 6.75 કરોડ ટનથી વધારીને 7.36 કરોડ ટન થશે.
ગૌતમ અદાણીએ કહ્યું કે ગ્રુપ 2028 સુધીમાં 14 કરોડ ટન વાર્ષિક સીમેન્ટ ઉત્પાદન ક્ષમતાને સમય પહેલા હાંસલ કરી લેશે.
અદાણીએ કહ્યું કે SIL પાસે એક અબજ ટનનો ચૂના પથ્થનો ભંડાર છે. અંબુજા સીમેન્ટ આગામી 2 વર્ષમાં સાંઘીપુરમની ક્ષમતાને વધારીને દોઢ કરોડ ટન વાર્ષિક કરશે.
After ACC and Ambuja, Adani Group has succeeded in taking over one more cement company.
This is the first major deal from the group since the Hindenburg report revealed allegations of financial irregularities at Adani companies.
Ambuja Cement has announced a takeover of Sanghi Industries for Rs 5000 crore.
Adani Group Ahmedabad
http://www.shantishram.com/news/19613/
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagram https://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat