દેશમાં કોરોના મહામારીને નાથવા માટે કોરોનાની રસીને રામબાણ માનવામાં આવે છે.
ત્યારે કોરોનાની રસી અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે 18થી 44 વર્ષનાં લોકો માટે રજીસ્ટ્રેશન જરૂરૂ નથી.
તમે કોરોનાના રસીકરણ કેન્દ્ર પર જઇને રસી લઇ શકો છો.
નોંધનીય છે કે, પહેલા કોવિન એપ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું.
જ્યારે તમને જે સમય અને સ્થળ આપ્યા હોય ત્યારે ત્યાં જઇને રસી લેવાની હતી.
આ પ્રક્રિયામાં અનેકવાર ઘણી સમસ્યાઓ સર્જાતી હતી.
ક્યારેક સર્વર ડાઉન થતું હતું તો ક્યારેક લોકો કલાકો બેઠા હોય અને રસી ખલાસ થઇ જતી હતી.
આ તમામ પ્રક્રિયાનો હવે અંત આવ્યો છે.
અને 45 વર્ષની જેમ જ સેન્ટર પર જઇને નોંઘણી કરાવી રસી લઇ શકાય છે
અલગ-અલગ નિયમ:
કેન્દ્રએ કહ્યું,
હવે 18+ના લોકોને વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની જરૂર નથી,
ડૉ.જયંતિ રવિ બોલ્યાં,
ગુજરાતમાં જે પ્રક્રિયા છે એ જ યથાવત રહેશે
બ્લેક ફંગસની બિમારીથી પીડાતા દર્દીઓ માટે આવી ગઈ છે દવા,જાણો શુ કિંમત અને કેટલી છે કારગર?
રાજ્યમાં એકતરફ કોરોનાવાયરસ અને મ્યુકોરમાઇકોસિસ મહામારી ચિંતા ઉપજાવી રહી છે.
તો બીજી બાજુ થોડા દિવસોથી કોરનાના રસીકરણની ગતિ એકદમ ધીમી પડી રહી છે.
સરકાર કહે છે કે, રસી જ કોરોનાનો રામબાણ ઇલાજ છે તો આટલી સુસ્તીને કારણે લોકોમાં પણ રોષ દેખાય રહ્યો છે.
ત્યારે ત્રીજો વેવ આવે તે પહેલા
તમામ રાજ્યમાં તમામ નાગરિકોને રસી મળી રહે
તે માટે કેંદ્ર સરકારે આજથી એટલે 24મી મેથી એક અઠવાડિયા માટે 18થી 44 વય જૂથનાં લોકોને એક લાખ ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં રોજનો આ ડોઝ 30 હજાર લોકોને આપવામાં આવતો હતો.
જેમાં 70 હજાર ડોઝનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં હજુ જુની પ્રક્રિયા જ યથાવત રહેશે: ડૉ.જયંતિ રવિ
આ વિશે આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ સ્પષ્ટપણે જણાવ્યું છેકે,
રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે
તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે.
સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને
એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે
તે યથાવત રાખેલી છે.
પહેલા પ્રોસેસ આટલો મોટો હતો
1) www.cowin.gov.in પર જાવ.
2) પોતાનો મોબાઈલ નંબર નાખો.
3) એકાઉન્ટ બનાવવા તમારી પાસે OTP આવશે.
4) OTP નાખી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરો.
5) હવે તમે સુધા રસીકરણ રજિસ્ટ્રેશન પેજ ઉપર પહોંચી જશો. આ પેજ ઉપર ફોટો આઈડી પ્રૂફ પસંદ કરવાનો વિકલ્પ મળશે.
6) તમારું નામ, ઉંમર, લિંગ સહિતની વિગતો અને ઓળખપત્ર ઉપલોડ કરો.
7) નોંધણી માટેની જાણકારી નોંધ્યા બાદ રજીસ્ટર બટન ઉપર ક્લિક કરો.
8) નોંધણી પુરી થયા બાદ સિસ્ટમ એકાઉન્ટ ડિટેઇલ દેખાડશે.
9) કોઈ એક વ્યક્તિ એડ મોર બટન પર ક્લિક કરીને આ મોબાઈલ નંબરથી વધુ 3 લોકોને જોડી શકે છે.
10) હવે ‘Schedule Appointment’ બટન ઉપર ક્લિક કરો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268