36 શહેરોમાં કર્ફ્યૂની અવધિમાં 1 કલાકનો ઘટાડો જાહેર Gujarat curfew
ગુજરાત Gujarat રાજયમાં કોરોનાના Covid-19 કેસોમાં રાહત થતાની સાથે જ
સરકારે કર્ફ્યૂની curfew અવધિમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
સરકારે કર્ફ્યૂની અવધિમાં 1 કલાકનો ઘટાડો જાહેર કર્યો છે.
રાજ્યના 36 શહેરોમાં 36 City રાત્રિ કર્ફ્યૂનો સમય
રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
લોકોને કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે.
રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ થશે.
આવતીકાલથી નવા નિયમોનું અમલીકરણ થશે.
રાજયમાં હાલ અમદાવાદ Ahmedabad, સુરત Surat, વડોદરા Vadodara અને રાજકોટ Rajkot સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધીનું કર્ફ્યૂનું અમલીકરણ છે,
જેની મુદત આજે પૂર્ણ થઇ રહી છે.
સાથે જ રાજયમાં કોરોનાના કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે.
આમ છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી,
જેથી માત્ર 1 કલાકની જ કર્ફ્યૂમાં રાહત આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM Vijay Rupani આજે રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.