ગુજરાતમાં 17 ઑગસ્ટ સુધી સારા વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. હાલ ઓછા વરસાદને કારણે ગુજરાતના 4 ડેમ તળિયાઝાટક સ્થિતિમાં આવી ગયા છે.
રાજ્યમાં વરસાદ મામલે અંશતઃ રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવતો રહેશે. હાલ ભારે વરસાદ ની હાલ કોઈ સંભાવના નહિ. પરંતુ 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની પુનઃ શરૂઆત થશે. તબક્કાવાર ઉત્તર ગુજરાત તરફ વરસાદ વધશે. હાલ ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે, પરંતુ ફરીથી વેટ સ્પેલ પણ આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજ્યમાં 46 ટકા વરસાદની ઘટ છે.
તો બીજી તરફ, ગુજરાતમાં વરસાદની ઘટથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ગુજરાતમં ચાલુ વર્ષે વરસાદની 46 ટકા ઘટ છે અને હજુ સારા વરસાદના કોઈ સંકેત નથી. કેટલાક વિસ્તારમાં માત્ર છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં આ વર્ષે 22% ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 19 ઈંચ વરસાદ થવો જોઈતો હતો પણ આ વખતે રાજ્યમાં માત્ર 10 ઈંચ જ વરસાદ પડ્યો છે. એ રીતે જોઈએ તો ગુજરાતમાં આ વર્ષે વરસાદની 46 ટકા ઘટ છે. ગુજરાતના 15 જિલ્લાઓ એવા છે, જ્યાં વરસાદની 50 ટકાથી પણ વધુની ઘટ છે. આ ઉપરાંત 25 તાલુકાઓમાં 5 ઈંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે અને જળાશયોની વાત કરીએ તો ગુજરાતના 95 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 46 ટકાથી વધુ ભરેલો છે. વરસાદની જે તાલુકાઓમાં સૌથી વધુ ઘટ છે તેની વાત કરીએ તો, બનાસકાંઠના લાખણી, બનાસકાંઠાના થરાદ, બનાસકાંઠાના વાવ, કચ્છના લખપત, કચ્છના અબડાસા, કચ્છના રાપર અને પાટણના સાંતલપુરનો સમાવેશ થાય છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268