રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે (meteorological department) આગાહી કરી છે. નવસારી,વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત અને તાપી જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 49 રસ્તાઓ બંધ થયા છે. સુરતના 15,નવસારીના 6 અને વલસાડના 28 રસ્તાઓ બંધ થયા છે. પંચાયત હસ્તકના 47 અને અન્ય 2 રસ્તાઓ બંધ થયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ આવી શકે છે. 23 જુલાઈએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. 24 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી અસર વધશે. 5 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ (Rain) વરસી શકે છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ (Rain) વરસી શકે છે.
અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદ (Rain) વરસી શકે છે. તો 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268