Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠાનું સૌભાગ્ય સમાન દીઓદર સમીપ કુવાળા નગરે પૂજય ડહેલાના સમુદાયના વડીલ નાયક આચાર્ય યશોભદ્રસૂરીશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્યશ્રી પીયુષભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી નિર્માણ પામેલ સુરેન્દ્રસિદ્ધાચલતીર્થ મધ્યે ફાગણ સુદ-૧૩ તા.૧૬/૩/રર ના રોજ છ’ ગાઉની યાત્રા વિશાળ સંખ્યામાં યાત્રિકો એ કરી ધન્યતા અનુભવેલ.
વહેલી સવારથીજ યાત્રિકોનું આગમન થયેલ. સૌએ મીની શત્રુંજય ની દરેક ટુંકોમાં પૂજા-દર્શન કરેલ.બાદમાં નીચે ડહેલાના સમુદાયના સાધ્વી ભગવંત ભદ્રપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ તેમજ પૂ.સાધ્વી ગુણપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબે માંગલિક સંભળાવેલ.તેમજ છ’ ગાઉની યાત્રાનું મહત્વ સમજાવેલ.
બાદમાં યાત્રીકોએ લાભાર્થી પરિવારના સહયોગથી ટ્રસ્ટ મંડળ દ્વારા ઉભા કરાયેલ પાલમાં સેવ,બુંદી,થેપલા, દહી, ફ્રુટ, શેરડીરસ, સરબત આદિનો લાભ લીધેલ. સૌએ સાધારણમાં સારો લાભ લીધેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268