સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીની સભાસદ ગ્રાહક મરણોતર સહાય યોજના અંતર્ગત મૃત્યુ પામનાર સભાસદોના વારસદારોને આર્થિક સહાય અપાય છે. આથી મૃત્યુ પામેલ ૩૬ સભાસદોના વારસદાને રૂ.૧૬.૨૦ લાખના ચેક ચેરમેનના હસ્તે લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામોમાં દુધ સહકારી મંડળીઓ રચી તેના મારફત દુધ સંપાદન થકી જિલ્લામાં શ્વેતક્રાંતિ સુરસાગર ડેરીએ સર્જી છે. ત્યારે આ ડેરી સાથે જોડાયેલ ૧.૩૦ લાખ પશુપાલકો જોડાયેલ છે.
આ દુધમંડળીઓના સભાસદો પૈકી કોઇ પણ સભાસદનું મૃત્યુ થાય ત્યારે દુધ સંઘના સ્વભંડોળમાંથી ચલાવાતી સભાસદ મરણોતર સહાય યોજના અંતર્ગત સભાસદના વારસદારને સુરસાગર ડેરી સહાય અપાય છે. જે વર્ષ ૦૧-૦૪-૨૧ થી આ યોજનામા ૦૫ હજાર વધારી ૪૫ હજારની સહાય કરાઇ છે. આથી ચેરમેન બાબાભાઇ ભરવાડના હસ્તે મૃત્યુપામનાર ૩૬ સભાસદોના વારસદારોને ૪૫ હજાર લેખે રૂ.૧૬.૨૦ લાખના ચેક અર્પણ કરાયા હતા.આ અંગે બાબાભાઇ ભરવાડે જણાવ્યુ કે દુધ મંડળીમાં દુધ ભરતો એક પણ પશુ પાલક જુથ વિમા યોજના રક્ષણ વગર ન રહી જાય માટે પ્રયત્નો કરવા જાગૃતતા લાવવા અને ચર્ચા કરી માર્ગદર્શન અપાયુ છે.