આજરોજ surat district panchayat ના સભાખંડમાં ‘‘બાળકોમાં કોવિડ-૧૯ સંક્રમણ’’ Covid Third Wave “Children” વિષય પર
આયોગના ચેરમેનશ્રી જાગૃતિબેન પંડયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ વેળાએ મેયરશ્રીમતિ હેમાલીબેન બોધાવાલા Hemali Boghawala MAYOR, SURAT MUNICIPAL CORPORATION (SMC) તેમજ અન્ય પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સંપૂર્ણ સતર્કતા, સાવચેતી સાથે જવાબદારી નિભાવીને તેનો સામનો સહિયારા પ્રયાસોથી થવો ધટે.
ગામમાં ૦ થી સાત વર્ષ, ૭ થી ૧૪ વર્ષ તથા ૧૪ થી ૧૮ વર્ષની કેટેગરી પાડવાની રહેશે.
કોઈ બાળક થેલેસેમીયાગ્રસ્ત કે અન્ય રોગગ્રસ્ત હોય તો તેને ઓછુ સંક્રમણ લાગે તે માટેના તમામ પગલાઓ લેવાનો અનુરોધ ચેરમેનશ્રીએ કર્યો હતો.
ગામની કમિટી બનાવીએ જેમાં સરપંચ, સામાજિક કાર્યકર, મુખ્ય શિક્ષક, ફોન પર માર્ગદર્શન આપી શકે તેવા નિષ્ણાંત પિડીયાટ્રીશ્યન તેમજ સી.ડી.પી.ઓ. સાથે મળીને તમામના સંપર્ક સાથે બેનર મુકીને ગ્રામજનોને માહિતગાર કરી શકાય.
વધુમાં આવનારી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરી શકાય તેનું મંથન કરવા જણાવ્યું હતું.
ગામોમાં કોરોનાથી માતા-પિતા ગુમાવનારા બાળકોને કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનો લાભ પહોચે તે માટેના સનિષ્ઠ પ્રયાસો કરવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ વેળાએ બાળ સંરક્ષણ આયોગના સચિવશ્રી પી.બી.ઠાકરે જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરમાં ઓછામાં ઓછા બાળકોમાં સંક્રમિત થાય તે માટે ગ્રામસમિતિઓએ એકટીવ થઈને સાથે મળીને કાર્ય કરવું પડશે.
બાળકોમાં કોરોનાના કેવા પ્રકારના લક્ષણો હોય તેમજ બચાવ માટે કેવા પગલાઓ લેવા તે અંગેની માહિતી તેમણે આપી હતી.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.