ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ મે મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનિયર/સિનીયર નિરીક્ષકો દ્વારા વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી ધી લીગલ મેટ્રોલોજી રૂલ્સ તથા ધી પેકેઝ કોમોડિટીઝ રૂલ્સની જોગવાઈઓ અને કાયદાના ભંગ બદલ 1100 વેપારી/એકમો સામે કેસ કરી રૂા.13,25,152ની ચકાસણી અને મુંદ્રાકન અંગેની સરકારી ફી વસૂલ કરવામાં આવી હતી. સુરત અને તાપી જિલ્લામાં મોબાઈલ કોર્ટ દરમિયાન 47 વેપારી એકમો સામે પ્રોસિકયુશન કેસ કરી રૂા.32000નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો. બે મોબાઈલ કોર્ટનું આયોજન કરીને પાંડેસરા, બમરોલી વિસ્તારમાં મોબાઈલ કોર્ટ દરમિયાન 21 વેપારી એકમો સામે પ્રોસીકયુશન કેસ કરી રૂા.14,300 તથા તાપી જિલ્લાના વ્યારા સ્ટેશન રોડ પર મોબાઈલ કોર્ટ દરમિયાન કુલ 21 વેપારી એકમો સામે પ્રો.કેસ કરી રૂ.7700નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. કચેરી દ્વારા તોલમાપ તથા પી.સી.આર કાયદના ભંગ બદલ ગ્રાહકો તરફથી મળેલી ફરિયાદો અન્વયે નિરીક્ષકો દ્વારા ઓચિતી તપાસ કરી દુધ, છાશ, સિગારેટ, કોલ્ડડ્રિકસ જેવી ચીજવસ્તુઓ છાપેવલ કિંમત કરતા વધુ ભાવો લેતા હોવાનું માલુમ પડતા સારોલી ખાતેના કુબેરજી વલ્ડ માર્કેટના દિપકકુમાર વ્યાસ, પલસાણા ચોકડી પાસે આવેલી હોટલ રજવાડી કાઠીયાવાડી, પલસાણાના દસ્તાન ફાટક નજીક ધનલક્ષ્મી ટોબેકો એન્ડ ટ્રેડ સ્ટોર, કામરેજ ચાર રસ્તા ખાતે મુરલીધર પાન પેલેસ, પલસાણાના બલેશ્વર ને.હા.નં.48 હોટલ રામદેવ જેવી દુકાનો પર પ્રોસેકયુશન કેસો કરીને રૂા.૧૦,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
Trending
- રાહુલ ગાંધીએ જ્યાં પણ ચૂંટણી સભાઓ કરી હતી, ત્યાં MVAમાં ફાટફૂટ જોવા મળી
- પ્રથમ ચૂંટણીમાં જ પ્રિયંકા ગાંધીએ કર્યો કમાલ, ભાઈ રાહુલને છોડ્યો પાછળ
- બિહારની પેટાચૂંટણીમાં INDIAને આંચકો, ચારેય બેઠકો પર NDA આગળ
- બુધનીમાં કોંગ્રેસ આગળ તો વિજયપુરમાં ભાજપ આગળ, જાણો લેટેસ્ટ અપડેટ
- 1300 મતથી ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત – કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર
- મહારાષ્ટ્રમાં બધું હાથમાં હોવા છતાં વિપક્ષના હાથમાંથી જીત કેવી રીતે સરકી ગઈ?
- સલમાન ખાન અને એટલીની ફિલ્મ ‘A6’નું આ નવું અપડેટ સામે આવ્યું, જે ફિલ્મને બ્લોકબસ્ટર બનાવશે!
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ