સુરત શહેરમાં જયારે કોરોના ની પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે કોરોના સંક્રમણના લીધે મૃત્યુઆંક ઊંચો જઈ રહ્યો છે.
જેના પગલે સ્મશાનમાં મૃતદેહોના ઢગલા થઇ રહ્યા છે.
આવી પરિસ્થિતિની વચ્ચે લોકો માનવતા નેવે મૂકીને અંતિમવિધિ કરવા માટે પણ લાંચ લઇ રહ્યા છે.
સુરતના અશ્વિનીકુમાર સ્મશાનમાં અંતિમવિધિ કરવા માટે લોકો પાસેથી 1500 થી લઈને 2000 સુધીની રકમ પડાવી લેવામાં આવી રહી છે તેવા આક્ષેપો છે.
અશ્વિનીકુમાર ઉપરાંત અન્ય ઘણા સ્મશાનમાં મૃતદેહો નો ઢગલો જોવા મળી રહ્યો છે.
એક એમ્બ્યુલન્સમાં 5 જેટલા મૃતદેહો લઇ જવાય છે.
અંતિમક્રિયા કરવા માટે પણ મૃતકોના પરિવારને લાંબી કતાર માં ઉભું રેહવું પડે છે.
કલાકો સુધી અંતિમક્રિયા કરવા માટે રાહ જોવી પડે છે.
આવા સમયે કલાકો સુધી રાહ જોયા બાદ પણ અંતિમક્રિયા ના થઇ હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
જેના પગલે તાપસ કરતા જાણવા મળ્યું કે સ્મશાનના ઈસમો લાઈનમાં ના ઉભા રેહવું હોય તો લોકો પાસેથી પૈસા ની માંગણી કરી રહ્યા હતા.
સ્મશાનગૃહમાં મૃતદેહોની સંખ્યા વધતા ટોકન ફાળવી દેવામાં આવે છે.
પણ જયારે કલાકો સુધી વારો ન આવતા લોકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે સ્મશાનના ઈસમો પૈસા લઈને જો પાછળના ટોકન નંબર હોય તેમ છતાં તેઓને પેહલા અંતિમવિધિ કરી આપે છે.
એક બાજુ સુરતમાં જયારે કોરોના વણસી રહ્યો છે જેના લીધે કોરોના સંક્રમિત લોકોના મૃત્યુ થવાના કિસ્સા પણ વધી રહ્યા છે તો બીજી બાજુ સ્મશાનના લાલચી ઈસમોએ જાણે માનવતાને નેવે મૂકી દીધી હોય તેવી રીતે મૃતકની અંતિમવિધિના નામે પૈસા પડાવી રહ્યા છે.