સુરતમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી કોન્કલેવમાં વર્ચ્યુઅલ જોડાઈને PM મોદી એ સંબોધન કર્યું.
સુરતમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી કોન્કલેવમાં વર્ચ્યુઅલ જોડાઈને સંબોધન કર્યું. PM મોદીએ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જણાવ્યું હતું, ત્યારે આ ખેડૂતોએ પીએમ મોદીના આ સૂચનને વધાવીને તેમનું સપનું પુરું સુરતના ખેડૂતોએ પૂરું કર્યું છે. ગુજરાત રાજ્યના 41 હજારથી વધુ ખેડૂતોને પણ પાકૃતિક ખેતી માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી.
તા. 11 માર્ચ 2022ના ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું. આ સૂચન હેઠળ તા. 12/03/2022 થી તા. 10/05/20002 સુધી બે મહિનામાં કુલ 24,68,452 કાર્યો હાથ ધરવામા આવ્યા છે.
દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 75 ખેડૂતોની ઓળખ કરવામાં આવી હતી અને તેઓને કુદરતી ખેતી કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ માટે ખેડૂતોને જરૂરી તાલીમ આપવામાં આવી હતી. ખેડૂતોને વિવિધ 90 જૂથોમાં તાલીમ આપવામાં આવી હતી. સુરતના 41,000 થી વધુ ખેડૂતોએ કુદરતી ખેતીની તાલીમ લીધી હતી. ગુજરાતના સુરતમાં કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. આ ખેડૂતોએ સફળતાપૂર્વક કુદરતી ખેતી અપનાવી છે.