શહેરના ખજોદ ખાતે આવેલા ડાયમંડ બૂર્સનું 100 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ડાયમંડ બૂર્સ 13 એકરમાં ફેલાયેલું છે. જેમાં 300થી 500 અને 1,000ની 4,200 જેટલી ઓફિસો આવી છે. બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં લોકો કામ કરી શકશે. આ તમામ લોકો કામ કરતા હોય ત્યારે તમે શુદ્ધ હવા મળી રહે. તે માટે દરેક માળ પર ફાઈનમાં વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. તેમાં ઈન્ડોર પ્લાન્ટ પણ મૂકવામાં આવ્યા છે, જે હવાને શુદ્ધ કરવાનું કામ કરશે. બ્રુસમાં દરેક બિલ્ડીંગ વચ્ચે ગાર્ડન બનાવ્યા છે.સુરત ડાયમંડ બૂર્સના ડિરેક્ટર મથુર સવાણીએ જણાવ્યું હતું કે, આજે અમારા 4,200 જેટલા પરિવારના 11,000 લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રવિવારે અહીં ગણેશ સ્થાપનાની સાથે મહાઆરતી કરવામાં આવી હતી. તેમનો ઉદ્દેશ છે કે, વિશ્વભરનો બિઝનેસ સુરતમાંથી થાય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારથી બોધ મળે. આ બૂર્સ દેશને ગર્વ અપાવે તે શ્રદ્ધાભાવથી પરિવારે મહાઆરતી કરી હતી.સુરત ડાયમંડ બૂર્સના ડિરેક્ટર મથુર સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે 12,000 કરોડ રૂપિયાના ખર્ચે સુરતમાં મેટ્રોનું કામ ચાલુ કર્યું છે. તેને મેટ્રો રૂટ નામ આપવામાં આવ્યું છે. વરાછાથી સીધુ ડાયમંડ બૂર્સ લાઈન આપવામાં આવી છે. આ માટે સરકારને અભિનંદન આપીએ છીએ. આના કારણે વિશ્વભરમાંથી બાયર્સ સુરતની ધરતી ઉપર ઉતરી પડશે. જોકે, દિવાળી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું