થોડા દિવસો પહેલા જ સુરત મહાનગરપાલિકા કચેરીમાં સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફની કેબિનમાં બે શખ્સો ફાઈલમાં ચપ્પુ બતાવીને ઘૂસી ગયા હતા. અને અધિકારીને ધમકી આપી હોવાની ઘટના પણ તાજી જ છે. આ ઘટના પછી પાલિકા કચેરીમાં સિક્યોરિટી સઘન બનાવી દેવામાં આવી છે. અને હવે અધિકારીઓને મળવા માટે મેટલ ડિટેક્ટર ચેકીંગ અને આઈકાર્ડ પણ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
જોકે આ ઘટનાથી વિપરીત પણ સુરતની સરકારી કચેરીઓમાં થઇ રહ્યું છે. અહીં વાત છે એક એવા શખ્સની જે બેરોકટોક ચપ્પુ અને તેના જેવી જ તીક્ષ્ણ વસ્તુઓ લઈને સરકારી કચેરીઓમાં ફરે છે. જેનું ના તો કોઈ ચેકીંગ કરવામાં આવે છે ન તો તેને કોઈ સવાલ ઓઉચ્છવામાં આવે છે. આ શખ્સ બેગમાં આ વસ્તુઓ લઈને બિન્દાસપણે ફરતો જોઈ શકાય છે.
સુરતના મનોજ પંચાલ સરકારી કચેરીમાં ચપ્પુ, કટર, નેલ કટર અને એના જવી ઘણી તીક્ષ્ણ વસ્તુઓને વેચવા માટે આવે છે. હાથમાં બેગ સાથે આ તમામ વસ્તુઓ સાથે તે તેને વેચવા માટે પહોંચી જાય છે. જો કે આ બધા માટે સંભવ પણ નથી, કારણ કે કલેક્ટર કચેરી, પોલીસ કમિશનર કચેરી, મામલતદાર ઓફિસો વગેરે કચેરીઓમાં સામાન્ય મુલાકાતીઓ આ વસ્તુઓ સાથે પ્રવેશી શકતા નથી. તેમનું ચેકીંગ પણ કરવામાં આવે છે.
જોકે મનોજભાઈ પંચાલ 1984ના વર્ષથી એટલે કે 37 વર્ષથી સરકારી કચેરીઓમાં આ તીક્ષ્ણ વસ્તુઓ વેચવાનું કામ કરે છે. અને ઘણા લોકો તેમની પાસેથી આ વસ્તુઓ ખરીદે પણ છે. બીજા વર્ગના કર્મચારીઓ અને સામાન્ય લોકો જે કચેરીમાં મુલાકાત માટે આવતા હોય છે તેઓ ચપ્પુ, કટર જેવી વસ્તુઓ ખરીદવા માટે તેમના પર વિશ્વાસ રાખે છે. તેમની પાસે મળતી આ વસ્તુઓ ટકાઉ અને સારી હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે.
મનોજભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા 37 વર્ષથી આ જ ધંધો કરે છે. સરકારી કચેરીઓમાં જ ફરીને તેઓને સારો ધંધો થઇ જાય છે. તેમને કોઈ રોકતું નથી. અને તેમની વસ્તુઓ પર લોકોને પણ વિશ્વાસ એટલો છે કે ઘણીવાર લોકો તેમને ફોન કરીને પણ આ વસ્તુઓ ખરીદવા માટે સંપર્ક કરે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268