બારડોલી સિનિયર સીટીઝનના પ્રમુખ દિનેશ. સી. દેસાઇની બારડોલી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી તરીકે અને સુરત જિલ્લા ભાજપમાં મીડિયાસેલ કન્વીનર તરીકે વરણી થવા બદલ તેમનું અને અને તેમના ધર્મપત્ની ગીતાબેન દેસાઇનું સન્માન કરવામાં આવ્યું હતું.મેનેજમેન્ટ ગુરુ તેમજ 21 વર્ષથી RSSના પ્રચારક વિનય પત્રાલેએ ભગવદ ગીતા સૌને માટે વિષય પર પ્રવચન કરતાં જણાવ્યુ હતું કે, બાળકો વડીલોને જોઈને શીખે છે. આપણાં દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી જ્યારે વિદેશ પ્રવાસે જાય ત્યારે સૌને ભગવદ ગીતા ભેટ આપે છે. જિંદગીમાં સતત શિખતા રહેવું જોઈએ. ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર માટે ગીતા પેરણાસ્ત્રોત રહી છે. સમરસતા એ ગીતાનો સંદેશ છે. પહેલા શક્તિશાળી બનીએ પછી અહિંસાની વાત કરવી જરૂરી છે. કોઈ પણ કર્મ કરતી વખતે મન હ્રદય ચોખ્ખું હોય તો જ ચિંતા સતાવતી નથી. જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે. જીવન મોટો ઘમંડ છે. આપણે સૌ ભાડાના મકાનમાં રહીએ છીએ બધુ અહીં છોડીને જવાનું છે.આ પ્રસંગે સન્માનનો પ્રતીભાવ આપતા પ્રમુખ દિનેશ દેસાઇએ જણાવ્યુ હતું કે, પ્રામાણિકતા અને નિઃસ્વાર્થપણે અવિરત સેવા કરતાં રહો. જીવનમાં ખંત, મહેનત અને અનુભવથી કોઈ પણ વ્યક્તિ જાહેર જીવનમાં પ્રગતિ કરી શકે છે. સત્તાનો મદ રાખવું નહીં પરંતુ પદને જવાબદારી સમજી સમાજ અને દેશની સેવા કરતાં રહેવું જોઈએ. સ્વને દૂર રાખીને સર્વનું કલ્યાણના મંત્રને આત્મસાત કરવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલના અધિક્ષક ડૉ. અમૃત પટેલ, પ્રાધ્યાપક ચૈતન્ય દેસાઇ, ડૉ. રાજેશ અધ્વર્યુ સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિન સમિતિના સભ્યો પૈકી કન્વીનર અજિત ચૌહાણ, પ્રવીણ કાપડિયા, શ્રીમાળીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત ટ્રસ્ટી પંકજ જોશી અને નરેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન અને આભારવિધિ માધુભાઈ ચૌહાણે કરી હતી.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું