મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજની આ બેઠકમાં ખાસ કરીને ગુજરાતમાં ચર્ચિંત લઠ્ઠાકાંડ મામલે ચર્ચા કરવામાં આવશે. આ સાથે અન્ય મુદ્દાઓ પર પણ વિશેષ ભાર આપવામાં આવશે. આ બેઠકમાં તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાઓના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને આ બેઠકની અંદર બોટાદ, બરવાળા દારુકાંડ મામલે વિશેષરુપે ચર્ચા કરવામાં આવશે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહીતના કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલો ખેતીનો સર્વે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ આ તમામ બાબતોને લઈને વિશેષરુપે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ચર્ચા કરવામાં આવશે.
અત્યારે સુધીમાં ઝેરી દારુકાંડ મામલે 42 લોકોના મોત થયા છે ત્યારે 144 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે સારવારમાં દરેક પ્રકારની તકેદારીથી લઈને વિશેષ ડૉક્ટરોની ટીમ વગેરે બાબતે તકેદારીના પગલાને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવશે. આ સાથે આ મામલે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગિરી તેમજ આ પ્રકારની ઘટના બીજીવાર રાજ્યમાં ના બને એ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવશે. જે કમિટી નિમવામાં આવી રહી છે તેની કામગિરી ઝડપી થાય આ ઉપરાંત ચાર્જસીટ પણ જલદી દાખલ કરવામાં આવે તે બાબતે તાકીદ કરવામાં આવશે. ખાસ કરીને આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે તેમના ગુજરાત પ્રવાસને લઈને બનાસ ડેરીના કાર્યક્રમો, ગિફ્ટ સિટીની મુલાકાત સહીતની સમીક્ષા પણ આ બેઠકની અંદર કરવામાં આવશે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેતીના પાકને જે નુકશાન થયું છે જેમાં નુકશાનીનો સર્વેની કામગિરીની પણ સમીક્ષા આ બેઠકમાં કરવામામાં આ સાથે એસડીઆરએફ કે મુખ્યમંત્રી સહાય યોજનામાંથી નુકશાનીના સર્વેની કામગિરી જોતા કઈ યોજના હેઠળ સહાય આપવી એ તમામ બાબતે પણ આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતમાં પશુઓમાં હાહાકાર મચાવી રહેલા લમ્પી વાયરસને ડામવા માટે કયા પ્રકારની તકેદારીનું ધ્યાન રાખવું, કંટ્રોલમાં આ વાયરને લેવા માટે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ એ બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે.