વર્ષ દરમિયાન એમના દ્વારા કરવામાં આવેલા કાર્યો જેવા કે, બ્લડ ડોનેશન કેમ્પ, ટ્રી પ્લાન્ટેશન, 10,000 નોટબુકનું સરકારી શાળામાં વિતરણ, ટીચર ટેલેન્ટ શો, મેડિકલ કેમ્પ, પોલિયો બુથ, પ્રિન્સિપાલ મીટ, રો. સી. બી. દેસાઈની યાદમાં વિવિધ સ્પોર્ટ્સ હરીફાઈ જેમાં ચેસ, હોકી, ફૂટબોલ, ટેબલ ટેનિસ, નેશન બિલ્ડર એવોર્ડ, બેડમિન્ટન, ક્રિકેટનું આયોજન અંગેની વિશેષ નોંધ લેવાઈ હતી. આ વર્ષે સામાન્ય માણસો માટે પ્રથમ સામાજિક કાર્યના પ્રોજેક્ટ તરીકે રોટરી ફિઝીયોથેરાપી સેન્ટરની શરૂઆત અને રોટરી એજ્યુકેશન ફેર કે જે દ્વારા વલસાડ જિલ્લાના લોકોને ઉપયોગી થઇ શકે એવા વિવિધ કાર્યોની નોંધ લઈ ડીસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન અને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત બોલીવુડના ડાયરેક્ટર અને શો-મેન તરીકે જાણીતા સુભાષ ઘાઈએ રિયલ હીરો અને રિલ હીરોને સમજાવતા કહ્યું કે, જે પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે કાર્ય કરે તે રિયલ હીરો અને દરેક રોટરીયન આ કાર્ય કરે છે તે માટે સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત બેસ્ટ પબ્લિક ઈમેજ, બેસ્ટ પરફોર્મનસ ક્લબ, એવા એવોર્ડ આપવામાં આવ્યા હતા. સમગ્ર વર્ષ દરમ્યાન રોટરી વલસાડની ટીમ દ્વારા નવીનતમ અભિગમ સાથે વિવિધ કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં ઉપપ્રમુખ રો. હિતેશ પટેલ, એક્ટિવ મેમ્બર રો. મનોજ જૈન, આઇ.પી.પી. રો. રાજેશ પટેલ, ફિઝીઓથેરાપી પ્રોજેક્ટ ચેર રો. ડો. સુનીલ દેશપાંડે, એજ્યુકેશન ફેર માટે રો મહેશ ભાનુશાલી, રો. ડો. સુનીલ મરજાદી, માનદ મંત્રી તરીકે રો. સ્વાતિ શાહ, ઉપરાંત વિવિધ મેમ્બર રો. નિરાલી ગજ્જર, રો. નિર્મલ દેસાઈ, રો. સાનોબર શ્રોફ, રો. રિશી સોની, રો. સંજીવ દેસાઈ, રો. દુષ્યંત દેસાઈ, રો. આનંદ ડક, રો. ચેતન પટેલ, રો. ડો. પ્રેમલ શાહ, રો. ચેતન મોદી, રો. પરેશ સાદરાણી, વિગેરે દ્વારા સમગ્ર વર્ષ ને યાદગાર બનાવવા માટે અથાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ વિવિધ કાર્યક્રમો માટે દાતા તરીકે રો. જપન શાહ, રો. રાજેન્દ્ર મહેતા, રો. રાજુ વરૈયા, રો. ડો. નિલાક્ષ મુફ્તી, રો. અનીશ શાહ, રો. પુરલ વશી, રો. હર્ષદ રવેશિયા, વિગેરે રહ્યા હતા. આ વર્ષની સફળતાનું શ્રેય દીપેશ શાહ દ્વારા સમગ્ર ટીમ રોટરી વલસાડને આપ્યું હતું. અને આવતા વર્ષોમાં વધુ સારી રીતે રોટરી વલસાડ કાર્યરત બને સમાજ માટે કાર્ય કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
Trending
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ