વિવિધ પ્રકારના કોરોના વાયરસ અને Covidની મહામારીએ ખાસ કરીને તબીબી જગત સાથે સંકળાયેલાઓ માટે આ એક અકલ્પનીય બાબત તરીકે ઉભર્યો છે. આવો જ એક ચોકાવનારો ખુલાસો આઈઆઈટીના IIT Students વિદ્યાર્થીઓના પરીક્ષણમાં સામે આવ્યો છે. તબીબી જગતના લોકો સહીત સામાન્ય લોકોના પણ માનવામાં ના આવે તેવા સ્થાનેથી કોરોનાના જીવંત વાયરસ Covid Live Virus મળી આવ્યા છે.અત્યાર સુધીમાં, દેશના વિભિન્ન શહેર City ની ગટરની લાઇન drainage line માંથી લેવાયેલા નમૂનાઓની કરાયેલી ચકાસણીમાં કોરોના વાયરસ જીવંત મળી આવ્યા છે, પરંતુ પ્રથમ વખત કુદરતી જળ સ્ત્રોતોમાં natural water resources પણ કોરોના વાયરસની ઉપસ્થિતિ જોવા મળી છે. ગુજરાત Gujarat ની મુખ્ય નદી પૈકીની એક અને અમદાવાદની Ahmedabad મધ્યમાંથી પસાર થતી શહેરની જીવાદોરી Life Line સમાન સાબરમતી Sabarmati River નદીના પાણીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતી નદીમાંથી લીધેલા તમામે તમામ પાણીના નમૂનાઓ કોરોનાના વાયરસ જોવા મળ્યા છે.
શું તમે ભારતના પહેલા IAS Officer ને જાણો છો?
ગાંધીનગર Gandhinagar સ્થિત આઈઆઈટી સહીત દેશની વિભિન્ન આઠ આઈઆઈટી દ્વારા કરાયેલા સર્વેમાં ચોકાવનારા તારણ સામે આવ્યા છે. આ તારણ મુજબ માત્ર ગટરલાઈન જ નહી પરંતુ કુદરતી પાણીના સ્ત્રોત પણ કોરોનાના વાયરસથી પ્રદુષિત થઈ ચૂક્યા છે.સાબરમતી નદીની સાથે સાથે અમદાવાદના રમણીય એવા કાંકરિયા તળાવ kankaria lake અને ચાંડોળા તળાવ chandola lake સહીત અન્ય જળ સ્ત્રોતોમાંથી લીધેલા નમૂનાઓમાં પણ કોરોનાના વાયરસ જોવા મળ્યા છે. માત્ર અમદાવાદની નદી અને તળાવ જ નહી, આસામના ગુવાહાટી guwahati assam ની ભરૂ નદીમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં પણ કોરોનાના વાયરસ જોવા મળ્યા હતા.
આઈઆઈટી ગાંધીનગર તેમજ દેશની અન્ય આઈઆઈટીના વિદ્યાર્થીઓએ દેશભરના મહત્વના જળસ્ત્રોતની ચકાસણી કરી હતી. જેમાથી કેટલાક જળસ્ત્રોતમાં કોરોનાના જીવંત વાયરસ જોવા મળ્યા હતા. ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સના વડાને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા રિપોર્ટ મુજબ, ગયા વર્ષે ગટરના નમૂનાઓની ચકાસણી કરવામા આવી હતી. જેના રિપોર્ટમાં પણ કોરોનાના વાયરસ જીવંત હોવાનું સામે આવ્યું હતું.ગટરમાં જોવા મળેલા કોરોનાના જીંવત વાયરસ, બાદ કુદરતી જળસ્ત્રોતમાં કોરોનાના વાયરસ છે કે નહી તેની ચકાસણી કરવાનું નક્કી કરાયુ હતું. અમદાવાદમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવાથી અને ગુવાહાટીમાં waste water treatment plant ના હોવાથી આ બન્ને શહેરોમાં પાણીના નમૂના લઈને તેની ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268