સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આઝાદી કા અમુત મહોત્સવ કાર્યક્રમ યોજાયો સાંતલપુર તાલુકાના કોટડા ગામ ખાતે સરકારશ્રીના આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “ વંદે ગુજરાત વિકાસ યાત્રા ” તા . ૧૦/૦૭/૨૦૨૨ ને રવિવારના રોજ કોરડા મુકામે આયોજીત કાર્યક્રમાં પશુદવાખાના વારાહી દ્વારા ડૉ . આર . જી . ચૌધરી , પશુચિકિત્સા અધિકારીશ્રી વારાહી તથા ડૉ . એમ . પી . ચૌધરી , પશુચિકિત્સા અધિકારીશ્રી સાંતલપુરની અધ્યક્ષતામા પશુઆરોગ્ય સારવાર મેળા , ઊંટ વર્ગના પશુઓમા એન્ટીસરા રસીકરણ , ઘેટા – બકરામાં ડિવોર્મીંગ તેમજ ડાલડી ગામે ગાય અને ભેસ વર્ગના પશુઓમા ગળસુંઢાના રોગ વિરોધી રસીકરણની કામગીરી કરવામા આવી . ઉપરોક્ત કામગીરીમાં ઝઝામ , કોરડા , બામરોલી અને અબીયાણા ગામના પશુધન નિરીક્ષકો તેમજ ગઢા , કોરડા , ઝેકડા ગામના બીજદાન કર્મચારીના સહયોગથી કાર્યક્રમ સફળ થયેલ છે ઉપરોક્ત કાર્યક્રમમાં કોરડા અને આસપાસના ગામોના પશુપાલકો બહોળી સંખ્યામાં પોતાના પશુઓ સાથે હાજર રહી મેડિસીન સારવાર , જાતિય આરોગ્ય સારવાર , શસ્ત્રક્રિયા સારવાર તેમજ ઘેટા – બકરામાં ડિવોર્મીંગ અને ઊંટ વર્ગના પશુઓમા ખસ તેમજ ઝેરબાઝ રોગનિરોધક સારવાર આપવામાં આવી સાંતલપુર તાલુકાના પશુપાલકોમાં ચોમાસાની શરુઆતમાં પોતાના અમુલ્ય પશુધનમાં યોગ્ય સારવાર મળતા હર્ષોલ્લાસની લાગણી જોવા મળેલ
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો