સરદારપુરા (રવેલ) દૂધ મંડળીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
Shantishram News, Diyodar, Gujarat.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે દિયોદર તાલુકાના સરદારપુરા (રવેલ) ગામે તળાવ નજીક તૈયાર કરાયેલ વિશાળ જગ્યામાં બનાસડેરીના માર્ગદર્શન તળે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ.
આજે સરદારપુરા ગામે સૌ મહેમાનોનું આગમન થયેલું.
બાદમાં સરદારપુરા રવેલ દૂધ મંડળીના મંત્રી કનુભાઇ એમ. દેસાઈ દ્વારા સૌને આવકાર આપવામાં આવેલ.
બાદમાં ચેરમેન શકરાભાઈ દેસાઈ તથા કમિટી સભ્યો દ્વારા પધારેલ સૌને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ.
આ પ્રસંગે બનાસ ડેરીના ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ,
માર્કેટ સમિતિના ચેરમેન ઇશ્વરભાઇ તરક,
જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર હસુભાઈ ચૌધરી,
જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઇ દેસાઈ ઉપસ્થિત રહી જણાવેલ કે ગ્લોબલ વોર્મિંગની અસરથી આ વિશ્વને સજીવન રાખવા માટે તથા પ્રાણીઓ ની ચિંતા કરી તેમને આશીર્વાદરૂપ રહે તે માટે વૃક્ષોનું વધુમાં વધુ જતન કરો તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરો.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પાલનપુર એસ.ટી.બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ થયું
આ પ્રસંગે બનાસડેરીના વિસ્તરણ અધિકારી અમરાભાઇ પટેલે બનાસડેરી દ્વારા પર્યાવરણ બચાવવા સહ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવેલ જેનું માર્ગદર્શન આપેલ.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, જગદીશ પટેલ, ભાજપના મંત્રી બાબુભાઈ માળી, બચુભાઈ દેસાઈ, સેવા મંડળીના ચેરમેન રત્નાભાઇ દેસાઈ , ડોક્ટર દશરથભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
ઈમાનદારી ને સલામ !! વાલ્મીકી વૃધ્ધ દ્વારા 11 તોલા દાગીના ભરેલી થેલી પરત
મંત્રી કનુભાઇ દેસાઇએ સૌને સમયનો સહયોગ આપી ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરેલ અને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવેલ.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268