તાઉ-તે વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સજજ્ બની ગયું છે. સંભવિત વાવાઝોડાની અસરવાળા વિસ્તારોમાં રાજ્ય સરકારના મંત્રીઓ પહોંચી ગયા છે અને સ્થળાંતર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે. પકંજ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી છે કે,યુદ્ધના ધોરણે 1.35 લાખ લોકોના સ્થળાંતરની કામગીરી ચાલુ છે. લોકોનું સ્થળાંતર ગુજરાતના 17 જિલ્લામાંથી કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સ્થળાંતર કચ્છ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી કરવામાં આવ્યું છે. ગીરસોમનાથમાંથી 14 હજાર ,જૂનાગઢમાંથી 15 હજાર અને કચ્છમાંથી 26 હજાર થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ભારે સમજાવટ બાદ લોકો પોતાના ઘર અને જમીન છોડીને આ કહેરથી બચવા અન્યત્ર સ્થળે જઇ રહ્યાં છે. રાજ્ય સરકારના મંત્રીઓ અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પહોંચ્યા છે અને જે લોકો સુરક્ષિત સ્થળે જવા માનતા નથી તેમને સમજાવી રહ્યાં છે અને તેમને સલામત સ્થળે ખસેડી રહ્યાં છે.
આણંદ જિલ્લામાંથી 350 ,અમદાવાદ જિલ્લામાંથી 372 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાંથી 2470, નવસારીમાંથી 1092, સુરતમાંથી 592 અને વલસાડમાંથી 731 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી જિલ્લામાંથી 1177, ભાવનગરમાંથી 4821, દેવભૂમિ દ્વારકા 11609, ગીર સોમનાથ 14251, જામનગર 632, જૂનાગઢ 15370, કચ્છ 26148, રાજકોટ 399, મોરબી 2097, પોરબંદર 8180 અને બોટાદમાંથી 799 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.