રાંધણ ગેસ પાછલા કેટલાક મહિનાઓ માં મોંઘુ થતું રહ્યું છે.
રાંધણ ગેસ ના ભાવ 1 ડિસેમ્બર 2020 ની તુલના માં 215 રૂપિયા વધ્યા છે.
ડિસેમ્બર માં LPG ગેસ નો ભાવ 594 હતો જે વધી ને 644 થયો હતો.
1 જાન્યુઆરીએ 694 રૂપિયા, 4 ફેબ્રુઆરીએ 719 રૂપિયા, 15 ફેબ્રુઆરીએ 769 રૂપિયા, 25 ફેબ્રુઆરીએ 794 રૂપિયા અને પછી 1 માર્ચે 819 રૂપિયા થઇ હતી.
1 એપ્રિલ એ 10 રૂપિયા કાપતા તેનો ભાવ 809 રૂપિયા થયો જે દિલ્હી નો ભાવ છે.
સરકાર તરફથી દરેક ગ્રાહક ને 1 વર્ષમાં 14.2 કેજી ના 12 સિલિન્ડર પર સબસિડી આપવામાં આવે છે.
જો ગ્રાહકો આના કરતા વધારે સિલિન્ડર લેવા ઇચ્છતા હોય, તો તેઓને 7 મા સિલિન્ડરથી વધુ દર ચુકવવો પડશે.
કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન અનુસાર, આ ભાવ સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
તેથી છેલ્લા મહિનામાં ફુગાવા માં વધારો થયો હતો.
હવે સરકાર તેને ઘટાડવા પ્રયાસ કરી રહી છે.
સબસિડી ની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમય થી એવા બનાવો પણ સામે આવ્યા છે કે ગ્રાહકો ના સબસિડી ના પૈસા બીજા ખાતા માં ટ્રાન્સફર કરવા માં આવ્યા હોય.
જેથી તમારા ખાતા માં સબસિડી ના પૈસા આવ્યા કે નહિ તે જાણવું ખુબજ જરૂરી બન્યું છે.
અને કોરોના સમય માં માત્ર પૈસા આવ્યા છે નહિ તે જાણવા માટે બેંક ના આંટા મારવા પણ વ્યાજબી ના ગણાય.
જેથી તમે ઓનલાઇન જાણી શકો કે તમારી સબસિડી તમારા ખાતા માં આવી છે કે નહિ.
જાણવા માટે તમારે તમારા મોબાઈલ ફોન માં Mylpg.in વેબસાઇટ પર જાઓ અને ત્યાં 3 LPG કંપનીઓ ના ટેબ તેમના ફોટા સાથે જોવા મળશે.
આપશ્રી એ આપે લીધેલા સિલિન્ડર ની કંપની પર ક્લિક કરવાનું રહેશે.
જો તમે HP નું સિલિન્ડર લીધું હોય તો તમારે HP ના ટેબ પર ક્લિક કરવા નું રહેશે.
ક્લિક કર્યા બાદ નવું ઇન્ટરફેસ ખુલશે.
જ્યાં તમને તમારી સબસિડી વિશે માહિતી મળી રહેશે.