આગામી શ્રાવણ માસને થોડા જ દિવસો બાકી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જોકે, આ વખતે વૈશ્વિક મહામારી કોરોનાની ગાઈડલાઈનને કારણે ઘણા ખરા નિયમોમાં ફેરફાર રહશે . સોમનાથ મંદિરની ત્રણેય પ્રહરની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહિ મળે આ સાથે સામુહિક ઉત્સવોની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બંધ રહેશે.
શિવજીની આરાધનાનો માસ એટલે શ્રાવણ માસ.આ મહિના દરમ્યાન કૈલાશનાં દ્વાર ખુલ્લા હોય છે તેવો શિવપુરાણમાં ઉલ્લેખ છે.આથી શ્રાવણ માસ દરમ્યાન કરેલી શિવ ઉપાસનાનું અનેક ગણું ફળ ભક્તને પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસ આડે ગણતરીના દિવસો બાકી રહી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પાવન મહિનામાં દર વર્ષે દાદા સોમનાથના દર્શને દેશ વિદેશથી લોકો આવતા હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાને કારણ કેટલાક નિયંત્રણો અનિવાર્ય બન્યા છે.
જનરલ મેનેજર-સોમનાથ ટ્રસ્ટનાં વિજયસિંહ ચાવડાનાં જણાવ્યા પ્રમાણે, વર્તમાનમાં કોરોનાની બીજી લહેર હળવી બની છે ત્યારે સોમનાથ મંદિર શ્રાવણના દર સોમવારે અને તહેવારો દરમ્યાન વહેલી સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અન્ય દિવસોમાં સોમનાથ મંદિર સવારે 5.30 વાગ્યે દર્શન માટે ખુલશે.કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે, ત્રણેય આરતી સમયે યાત્રિકોને સોમનાથ મંદિરમાં પ્રવેશ મળશે નહીં.
આ ઉપરાંત યાત્રિકોએ સોશ્યિલ ડિસ્ટનસિંગ, સેનિટાઈઝેશન અને માસ્કનો ઉપયોગ અવશ્ય કરવાનો રહેશે. બહારથી સોમનાથ દર્શને આવનાર યાત્રીઓએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર ઓનલાઈન દર્શનનો સમય બૂક કરીને જ સોમનાથ આવવા સોમનાથ ટ્રસ્ટ અપીલ કરી છે. જેથી બુકીંગ માટે લાઈનમાં ન ઉભવું પડે.
આગામી શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.સોશ્યિલ ડિસ્ટનસિંગ માટે સર્કલ બનાવવામાં આવ્યા છે. સેનિટાઈઝેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. માસ્ક વગર દાદા સોમનાથના દર્શન શક્ય નહિ બને. દર્શન માટે ઓનલાઈન અથવા ઓફલાઇન પાસ દર્શનાર્થીઓએ મેળવવાના રહેશે.કોવિડની ગાઈડલાઈન અનુસાર આ વર્ષ જાહેર ઉત્સવ કે સામુહિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં નહિ આવે. મંદિરમાં દર્શન માટે ચાલતા-ચાલતા જ દર્શન કરવાના રહેશે.દર્શન માટે કોઈને ઉભા રહેવા દેવામાં નહિ આવે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268