Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર તાલુકા ના સરદારપુરા (રવેલ) મધ્યે શ્રી પ્રગતિએજ્યુકેશન ટ્રસ્ટ દીઓદર સંચલીત
શેઠ કે.બી.વિદ્યામંદિર સરદારપુરા(રવેલ) ના ધોરણ ૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ
તા.ર૧/૩/ર૦રર ના રોજ યોજાયેલ.
પ્રારંભમાં શાળાના બાળકો એ પ્રાર્થના રજુ કરેલ બાદમાં પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.બાદમાં શાળા પરિવાર વતી ભરતભાઈ પ્રજાપતિએ સૌને આવકારેલ.
આપ્રસંગે ઉપસ્થિત રહેલા તપસ્વી કોલેજ દીઓદર ના પ્રિન્સીપાલ ર્ડા.શંકરભાઈ ચૌધરીએ બાળકોને ટીપ આપી નિર્ભય બની ઉમદા વિચારો સાથે ખંતથી પરીક્ષા આપવા જણાવી ભવિષ્યમાં ઉપયોગી થનાર અભ્યાસક્રમોની છણાવટ કરેલી. અને બાળકોને બપોરે ૧ વાગ્યા બાદ કોઈપણ માર્ગદર્શનની જરૂર હોય તો જણાવવા અને પોતે મદદ કરશેનું આશ્વસન આપેલ.
લાયંન્સ કલબ દીઓદરના પ્રમુખ જામાભાઈ પટેલ, પ્રોફેસર લાલાભાઈ દરજી, અજાભાઈ ચૌધરી, બીપીનભાઈ દવે વિગેરેએ ધો.૧૦ અને ૧ર ની વિદાય લેતા બાળકોને જણાવેલ કે તમે જે સંસ્થામાં ભણ્યા છો જેમાં તમારો પાયો મજબુત થયો છે.તેને હરહંમેશ યાદ રાખશો તેમણે પરીક્ષા સમયનો કઈ રીતે સદપયોગ કરવો તેનું માર્ગદર્શન આપેલ.
૩૬પ દિવસની મહેનત ને ૩ કલાકમાં રજુ કરવાની છે. જે નિરિક્ષકો પંદર મીનીટમાં જોઈ તમારા ગુણ મુકશે. તો વર્ષની મહેનત કઈરીતે ઉગી નિકળે તે જોવા જણાવેલ.
ધો.૧૦-૧ર ની બાલીકા તથા બાળકોએ વર્ષ દરમ્યાન મેળવેલ શિક્ષણના અનુભવોને ઉજાગર કરેલ. બાળકોએ વિદાયગીત રજુ કરેલ. શાળા પરિવાર દ્વારા ધો.૧૦ અને ૧ર ના તમામ બાળકોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તિલક કરાવી શુકન રૂપે શ્રીફળ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવેલ.
સંસ્થાના પ્રમુખ અશોક બી.શેઠે બાળકોને સારા ગુણ મેળવી શાળાનું નામ રોશન કરવા જણાવેલ. મંત્રી અને સરદારપુરાના સરપંચ બાબુભાઈ માળીએ ધો.૧૦ અને ૧ર માં ૧ થી ૩ શાળા લેવલે પ્રથમ આવનાર ૩-૩ બાળકોનું બહુમાન કરવાની જાહેરાત કરેલ.
કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ નાઈ, કમલેશભાઈ બારોટે કરેલ.
પધારેલ સૌનું સ્વાગત શાળા પરિવાર વતી દિલીપભાઈ પ્રજાપતિએ આવકારેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268