૫૧ બુલેટ, ૧ હજાર બાઈક સાથે યુવાનો, ૫૦૦ ટુ વ્હીલરમાં બહેનો જોડાશેઃ ૧૫ જનજાગૃતિના ફલોટસઃ કર્ણાવતી પ્લોટ ખાતે મહાઆરતી, લોકડાયરો, રકતદાન અને હિમોગ્લોબીન સહિતના કાર્યક્રમોઃ શ્રી ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન : બાન લેબના મૌલેશભાઈ ઉકાણીના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટનઃ દેવરાજ ગઢવી અને અપેક્ષા પંડયા લોકસાહિત્યરસ પિરસશે કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જયંતી નિમિતે તા. ૩ જુન શુક્રવારના રોજ શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૧મી ઉમા જયંતિનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટ શહેરમાં વહેલી સવારથી બપોર સુધીની ૧૮ કી.મી. લાંબી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં ૫૧ બુલેટ, ૧૦૦૦ બાઈક સાથે યુવાનો ૫૦૦ ટુવ્હીલર સાથે બહેનો જોડાશે, સાંજે મહાઆરતી, તેમજ લોક સાહીત્ય અને લોકગીતોની રમઝટ સાથેના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જન્મજયંતી ઉજવણી દરવર્ષ ૨ે જેઠ સુદ ચોથના દિવસે થાય છે. આજથી વર્ષો પૂર્વે ઉંઝા ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિર ખાતેથી અખંડ જયોત ઉમિયા માતાજી મંદિર સીદસર ખાતે લાવી પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યાથી આ અખંડ જયોત પદયાત્રા દ્વારા સીદસરથી રાજકોટના શ્રી કોલોની ખાતે આવેલ પશુપતિનાથ મંદિરે બિરાજતા શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. ત્યારથી આ અખંડ જયોત પ્રજવલિત રહી છે. અત્રે નોંધનીય છે કે, ઉમા જયંતીના પ્રસંગે પાટીદાર પરિવારોમાં પ્રસાદરૂપે ખીર અને રોટલી બને છે. માં ઉમિયાના વ્રત માટે પરિવારના સભ્યો ઉપવાસ કરી આ પ્રસાદી લે છે. આ અખંડ જયોતને માં ઉમિયાના દિવ્યરથ સાથે પ્રસ્થાપિત કરી માતાજીના જય જયકાર સાથે છે૯લા ૨૧ વર્ષથી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા શરૂ કરાઈ છે. આગામી તા.૩ ને શુક્રવારના રોજ યોજાનાર શ્રી ઉમિયા માતાજી તથા અખંડ જયોત સાથેની શોભાયાત્રાનો દિવ્યદર્શનનો લાભ લેવા અપીલ કરાઈ છે. આ વર્ષે ૫૧ પાટીદાર યુવાનો બુલેટ સાથે તો ૧૦૦૦ જેટલા યુવાનો બાઈક સાથે ૫૦૦ જેટલા બહેનો તેમજ વડીલો સમાજ શ્રેષ્ઠીઓ રેલી સ્વરૂપે શોભાયાત્રામાં જાડાશે. તા.૩ જુનને શુક્રવારના રોજ સવારે ૭:૩૦ કલાકે શ્રી પશુપતીનાથ મંદિર શ્રી કોલોની ખાતેથી પ્રસ્થાન કરશે. ઉમિયા માતાજીના જાજરમાન રથ સાથેની આ શોભાયાત્રામાં વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા વિવિધ ફલોટસ જેમાં શિક્ષણ, સ્વાસ્થય, યોગ, ભારતીય સંસ્કૃતી, પર્યાવરણ, બેટી બચાવો, ધાર્મિક પ્રસંગો જેવા વિષયો આધારીત સામાજીક સંદેશો આપતા સુશોભીત ૧૧ જેટલા ફલોટસ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમિયા પરિવાર સંગઠન સમીતી અને મહીલા મંડળના સહયોગથી શહેરના ૨૫ હજાર પરિવારોને વોર્ડ વાઈઝ નિમંત્રણ પત્રીકાનું વિતરણ થઈ રહયુ છે. ઉમાજયંતીની શોભાયાત્રા સવારે ૭:૩૦ કલાકે પશુપતીનાથના મંદિરથી પ્રારંભ થઈ, ૭:૪૦ લક્ષ્મીનગર, ૭:૫૦ આનંદબંગલા ચોક, ૮:૦૦ કલાકે સ્વામી નારાયણ ચોક, ૮:૧૫ ગુરૂપ્રસાદ, ૮:૩૦ ગોકુલધામ, ૮:૪૦ કલાકે દ્રારકાધીશ, ૮:૫૦ જલજીત, ઉમિયાજી ચોક, ૯:૧૦ મવડી ચોકડી, ૯:૩૦ બાલાજી હોલ, ૯:૩૫ નાનામૌવા સર્કલ, ૯:૪૫ કે.કે.વી. ચોક, ૯:૫૦ કલાકે ઈન્દીરા સર્કલ, ૧૦ કોહીનુર એપા., ૧૦:૦૫ રવિરત્ન પાર્ક, ૧૦:૨૦ પટેલ કન્યા છાત્રાલય, ૧૦:૩૦ ધોળકીયા સ્કુલ, ૧૦:૪૦ સાધુ વાસાવણી રોડ, ૧૦:૫૦ જનકપુરી મંદિર, ૧૧ યોગેશ્વર પાર્ક, ૧૧:૧૫ આલાપ એવન્યુ, ૧૧:૩૦ કલાકે ચીત્રકુટ મહાદેવ, ૧૧:૪૫ રાણી ટાવર, ૧૧:૫૫ વૃંદાવન સોસાયટી, ૧૨:૦૫ સયાજી હોટેલ, ૧૨:૧૫ કલાકે મોકાજી સર્કલ ૧૨:૩૦ આલાપ ટવીન ટાવર, ૧૨:૪૦ અલય પાર્ક, ૧૨:૫૦ સ્પીડવેલ પાર્ટી પ્લોટ, ૧ શ્યામલ સ્કાય લાઈફ, ૧:૧૫ કલાકે શ્યામેશ્વર મહાદેવ મંદિર, ૧:૩૦ કલાકે કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે આરતી સાથે સમાપન કરાશે. આ સમ્રગ શોભાયાત્રા દરમ્યાન વિવિધ સ્થાનોએ ૨૧ જેટલા સ્વાગત તેમજ દર્શન પોઈન્ટ રાખવામાં આવ્યા છે. જયાં ભાવિકો મા ઉમિયાના દર્શનનો લાભ લેશે. શોભાયાત્રા દરમ્યાન ઠેર-ઠેર ચા-પાણી, શરબત, રસ, છાશનું ધોરવું પ્રસાદી રૂપે આપવામાં આવશે. ઉમીયા પદયાત્રીક પરીવાર દ્વારા ઉમા જયંતી નીમીતે કર્ણાવતી પાર્ટીપ્લોટ કાલાવડ રોડ ખાતે મહા આરતી, તેમજ પ્રખ્યાત લોક સાહીત્યકાર દેવરાજ ગઢવી તથા અપેક્ષા પંડયાનો લોકડાયરો યોજાશે. ઉમા જયંતી નિમીતે યોજાયેલ આ કાર્યક્રમમાં અઘ્યક્ષ તરીકે સામાજીક અગ્રણી જીવનભાઈ ગોવાણી, ઉદધાટક તરીકે ઉમિયા માતાજી મંદિર સિદસર ના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, અતિથિ વિશેષ તરીકે ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ શાપરીયા, ઉમિયા માતાજી મંદિર સિદસરના મંત્રી જયેશભાઈ પટેલ, એલ જી ગુરુપના નંદલાલભાઈ માંડવીયા, બીન અનામત આયોગના ચેરમેન બાબુભાઈ ધોડાસરા, પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા, હાઈબોન્ડ ગુરપના મનસુખભાઈ પાણ, એન્જલ ગુરુપના શીવલાલભાઈ આદ્રોજા, સનફોર્જના નાથાભાઈ કાલરીયા, નેબ્યુલા સર્જીકલના કાન્તીભાઈ માકડીયા ઉપસ્થિત રહેશે. ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૨૧ વર્ષથી ભાદરવા સુદ પુનમે રાજકોટથી સિદસર સુધીની પદયાત્રા યોજે છે. જેમાં હજારો પદયાત્રીકો જોડાય છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા ૧૩૦ થી વધુ રકતદાન શિબિરો યોજી આર્થિક રીતે જરૂરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે રકત અપાવામાં મદદરૂપ થાય છે. ઉમા જયંતીના આ કાર્યક્રમ દરમ્યાન રકતદાન કેમ્પ તેમજ હિમોગ્લોબીન કેમ્પનું આયોજન કરેલ છે. ઉમા જયંતીના સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઈ જીવાણી, ટ્રસ્ટી કાન્તીભાઈ કનેરીયા, રાજેશભાઈ ત્રાંબડીયા તથા સમગ્ર કારોબારી મંડળ જહેમત ઉઠાવી રહયા છે. તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઈ જીવાણી, ટ્રસ્ટી કાન્તીભાઈ કનેરીયા, રાજેશભાઈ ત્રાંબડીયા, તેમજ મિડીયા ઈન્ચાર્જ રજની ગોલ નજરે પડે છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું