Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠા પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી વિક્રમસિંદ્ય બી. ગોહિલના હસ્તે શિહોરી અને લાખણી ખાતે પ્રિન્સીપલ સીવીલ કોટના નવીન બિલ્ડીંગનું ઉદ્દદ્યાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી વિક્રમસિંદ્ય બી. ગોહિલે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, શિહોરી અને લાખણી ખાતે સુવિધાસજ્જ કોટના નવીન બિલ્ડીંગ બનવાથી આ વિસ્તારના લોકોને ન્યાય મેળવવામાં સારી સુવિધા પ્રાપ્ત થશે.
તેમણે જણાવ્યુ કે આ ન્યાય સંકુલને વિશેષ સુવિધાસભર બનાવી સરસ કામગીરી કરીએ તથા આ ન્યાય સંકુલની ગરીમા જળવાય તે રીતે પ્રજાને સાચો ન્યાય આપવા આપણે સૌ કટીબધ્ધ બનીએ.
આ પ્રસંગે શિહોરી કોર્ટના પ્રિન્સીપલ સીવીલ જજશ્રી એમ. વાય .સ્વામી, લાખણી કોર્ટના પ્રિન્સીપલ સીવીલ જજશ્રી એફ્. આર. કોઠારીયા, ડીસા- દિયોદર- થરાદના પ્રિન્સીપલ જજશ્રી અને, શિહોરી બાર એસોસિએશનના પ્રમુખશ્રી ડી. વી. દેસાઇ, દિયોદર અને ભાભર બાર એસોસિએશનના પ્રમુખશ્રી અને, શિહોરી વકીલ મંડળના સભ્યશ્રી અને, વકીલશ્રી અને સહિત ન્યાય સંકુલનો સ્ટાફ્ ઉપસ્થિત રહ્યો હતો.
Shihori, Lakhani, Court Building Inugration, Banaskantha, Gujarat
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268