નવા સત્રથી ધોરણ 1થી 3માં સરકારી ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. જે અંગેની જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ કરી છે. ધોરણ 1 અને ધોરણ 2 માં મૌખિક જ્યારે ધોરણ 3માં પુસ્તક દ્વારા ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવવામાં આવશે. બાળકની નાની ઉમંર હોય ત્યારે તેની યાદ શક્તિ સારી હોય છે. જેના આધારે અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. અમદાવાદના ટાગોર હોલમાં વિદ્યાર્થી અને શિક્ષકોના સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. હોલમાં ઉપસ્થિત શિક્ષકોને સંબોધતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022ના વર્ષમાં નવા સત્રથી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ 1થી 3માં ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી વિષય ભણાવવા માટે મહત્વની જાહેરાત છે. ગત વર્ષે નક્કી કરેલી જાહેરાત કરી હતી. તેનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ. જોકે આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષય ફરજીયાત રહેશે. વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, અંગ્રેજી સરકારી સ્કૂલમાં ત્રીજા ધોરણ પછી ભણાવવાની વ્યવસ્થા હતી. તેમાં ત્રીજા ધોરણમાં પુસ્તક અને પહેલા અને બીજા ધોરણમાં ચિત્ર દ્વારા અંગ્રેજી વિષય તરીકે ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણકે કે નાનું બાળક સાત આઠ વર્ષ સુધી ગ્રાસ્પિન્ગ કરી શકતું હોય છે. શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવાનું કારણ કે બીએ બીએડ શિક્ષકો છે. જે છ ધોરણ સુધી શિક્ષકો સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવી શકે તેથી અમે અંગ્રેજી પણ શીખવવાના છીએ. ત્રણ ધોરણ પછી તેના પુસ્તકો અને છ ધોરણ પછી તેના વિષય શિક્ષકો છે તેનું ધ્યાન રાખવામાં આવશે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું