સુરત માં કોરોના નો કેર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે.
મહાનગર પાલિકા દ્વારા લેવાતા પગલાં તેટલા કારગર સાબિત થઈ રહ્યા નથી.
તેમ છતા પાલિકા પોતાનો જીવ રેડી ને કોરોના સામે યુદ્ધ લડી રહી છે.
સંખ્યાબંધ મૌત ની સાથે કોરોના નું સ્વરૂપ વિકરાળ બનતું જાય છે.
જેને લીધે હવે પાલિકા કર્મચારીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શિક્ષકો ને સ્મશાન માં કોરોના ના લીધે થયેલા મૃત્યુ નાં શવ ની ગણતરી સોપવા માં આવી છે.
પાલિકા એ કર્મચારીઓ ને સ્મશાન માં જઈ ને 24 કલાક મૃતદેહો ની ગણતરી નો ઓર્ડર કર્યો છે.
પાલિકા પાસે આવતા કોરોના ના લીધે મૃત્યુ પામેલા લોકો ની સંખ્યા અને સ્મશાન માં કોરોના ગાઇડલાઈન પ્રમાણે થતાં અંતિમ સંસ્કાર ના આંકડાઓ માં ભારે વિસંગતતા જોવા મળી છે.
જે ભારે વિવાદ નું કારણ બન્યું. જેને પગલે પાલિકા એ કર્મચારીઓ સ્મશાન માં મૃતદેહો ની ગણતરી સોંપી છે.
મહાનગર પાલિકા એ સ્મશાન ગૃહ માં કર્મચારીઓ ની 6-6 કલાક ની ડ્યુટી રાખી છે.
આમ તો સ્મશાન ગૃહ તરફ થી મૃતદેહો ની ગણતરી કરવા માં આવે જ છે તેમ છતાં પણ પાલિકા કર્મચારીઓ અને શિક્ષકો ને આ કાર્ય સોંપાતા વિવાદ સર્જાયો છે.
પાલિકા નો આ નિર્ણય વિવાદિત તો છે, કર્મચારીઓ કોરોના ગાઇડલાઈન પ્રમાણે અંતિમ વિધિ કરતા હોવા થી તેમને સંક્રમણ નો ખતરો પણ વધી ગયો છે.
કર્મચારીઓ અને શિક્ષકો એ ખડેપગે 6-6 કલાક ની ડ્યુટી કરવા નું રહેશે.
અને મૃતદેહો ની ગણતરી કરવા નું રહેશે.