Shantishram News, Diyodar, Gujarat.
- પાલડી (ભઠ્ઠા) ખાતે શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજાના આશીર્વાદથી પૂજ્ય આચાર્ય હંસકીર્તિસુરિશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય ભવ્યકીર્તિસુરીશ્વરજી મહારાજ સાહેબ પ્રેરિત, તપોવન પરિવાર આયોજિત તપોવન યુથ એલ્યુમની ગ્રુપ સંચાલિત શ્રી મહાવીર છાસ કેન્દ્રનું ઉદઘાટન શ્રી રાકેશભાઈ શાહ (ધારાસભ્ય એલિસબ્રિજ), શ્રી અમિતભાઈ શાહ (શહેર પ્રમુખ, પૂર્વ મેયર અમદાવાદ) તથા કોર્પોરેટર શ્રી જૈનિકભાઈ વકીલ, શ્રી પ્રીતિશભાઈ મહેતા, શ્રી ચેતનાબેન પટેલ, શ્રી પૂજાબેન દવેની ઉપસ્થિતિમાં થયું હતું. જૈન સમાજના અગ્રણીઓએ પણ ઉપસ્થિતિ આપી હતી. આ કેન્દ્ર દ્વારા દરરોજના લગભગ 600 ગ્લાસ છાસનું વિતરણનું આયોજન વિના મૂલ્યે લોકોને ગરમીમાં રાહત મળે એવા ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે.
- કાંકરેજ પંથકના ઉચોસણના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર આશીષભાઈ નવીનભાઈ કકલદાસ શાહના બે પુત્ર રત્નો કિશ ઉમર 11 વર્ષ અને તત્વ ઉમર 1૩ વર્ષ તા.રપ/ર/ર૦રર ના રોજ પૂજ્ય આચાર્ય ભગવંત નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં બેંગ્લોર નગરે દીક્ષા અંગીકાર કરનાર છે. રત્નકુક્ષી માતા હેતલબેન તથા આશીષભાઈ ના તેજસ્વી બંન્ને પુત્રોને જીવનમાં સુસંસ્કારોના બીજ રોપી સંયમ માર્ગે જવા અનુમતી આપી છે.
- ભાવનગર ખાતે ઐતિહાસિક તપ ધર્મના મંડાણ થયા. પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય નિર્મલ ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પ્રેરણા અને આશીર્વાદથી ભાવનગરમાં એક સાથે 1008 આરાધકો દ્વારા વર્ષીતપ ની તપસ્યાના મંડાણ થયા.
- અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સમોર દ્વારા નિર્માણ થઇ રહેલ ધ ગોલ્ડ ૪ એન્ડ પાંચ બી.એચ.કે ના અલ્ટ્રા પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ને સ્વામીનારાયણ સમ્પ્રદાયના જ્ઞાનવત્સલ્ય સ્વામિ ના હસ્તે બેસ્ટ લક્ઝરિયસ પ્રોજેક્ટ ઓફ શીલજનો એવોર્ડ મળ્યો.
- પાલડી(મીઠી) નગરે પૂજ્ય આચાર્ય શ્રી રત્નચંદ્રસૂરી મ.સા.આદિઠાણાનો ભવ્ય સામૈયા સહ પ્રવેશ થયેલ. પૂજ્યશ્રી વોહેરા રસીકલાલ ડાહ્યાલાલ પરિવાર દ્વારા યોજાયેલ શ્રી સિધ્ધચક્ર મહાપૂજનમાં નિશ્રા પ્રદાન કરશે. પ્રવેશબાદ પૂજ્યશ્રીનું માંગલિક પ્રવચન યોજાયેલ. પાલડી નગરના શાસન રત્ન પૂજ્ય આચાર્ય ભગવંત પધારતાં પાલડીવાસીઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.
- શ્રી ભક્તિનગર થરા મધ્યે વેલાણી તારાબેન પુનમચંદભાઈ દુગરાસણની પૌત્રી મુમુક્ષુ ફોરમ દિલીપભાઈ શાહ તથા મુમુક્ષુ જીમી શૈલેષભાઈ શાહ નો દીક્ષા મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રીમદ વિજય અમીતયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ,પૂજ્ય મુનીશ્રી તિર્થપ્રેમ વિજયજી મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં પ્રારંભ થયો. આજ રોજ દિક્ષાર્થીઓની વર્ષીદાન યાત્રા યોજાએલ જેમાં મોટી સંખ્યા માં સ્નેહજનો ઉપસ્થીત રહેલા.
- સરકાર દ્વારા સરહદી વિસ્તાર ના ખેડૂતો ને આઠ કલાક પૂરતી વીજળી ની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડૂતો ને પૂરતી વીજળી મળતી નથી જેના કારણે ખેડૂતો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા પૂરતી વીજળી ના મળતા દિયોદર તાલુકા ના મોટાભાગના ખેડૂતો એ 6 કલાક ને બદલે 8 કલાક વીજળી આપવાની માંગ ને લઈ વખા વીજ કચેરી ખાતે ૭ દિવસ થી ધરણા પર બેસેલ છે પરંતુ સરકાર તરફથી કોઇ મચક ના આપાતા વખાથી દિઓદર ની વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઇhttps://youtu.be/Q7RQDS-5pdo
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268