Shantishram News, Diyodar, Gujarat.
- ભારતભરમાં પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય રામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા) ની ૧૭ મી સ્વર્ગારોહણ તીથી ઉજવાઈ
- ફાગણ વદ– નોમ શનિવાર તા.ર૬ માર્ચના રોજ તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય અભયદેવ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગુરૂરામ પાવનભૂમિ સુરત મધ્યે નિતીસૂરી સમુદાયના ગચ્છાધિપતિ પરમ પુજ્ય આચાર્ય શ્રીમદ વિજય હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજા ના શીષ્યરત્ન પરમ પુજ્ય આચાર્ય શ્રી મુક્તિ નીલય સૂરીજી મહારાજ સાહેબ આદી ઠાણાની પાવન નિશ્રામાં ગુણાનુવાદ સભા યોજાઈ. આ પ્રસંગે સમૂહ સામાયિક, સામૂહિક આયંબિલની આરાધના યોજાઈ
- દીઓદર નગરે શ્રી દીઓદર જૈનસંઘના આંગણે પૂજ્ય આચાર્યશ્રી રામસૂરીશ્વરજી મહારાજાની ૧૭ મી સ્વર્ગારોહણ તીથી નિમિત્તે શ્રી ગુરૂરામસ્મરણ ઉત્સવ પૂજ્ય આચાર્યશ્રી રત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં તા.ર૬ માર્ચ ના રોજ ઉજવાઈ ગયો. પૂજ્ય ગુરૂભગવંતે પૂજ્ય તપાગચ્છાધિપતિના શાસન પ્રભાવનાના કાર્યોને ઉજાગર કરી તેમની શાસન અને સંપ્રદાય ઉપરના ઉપકારોના ગુણ ગાયેલ. આ પાવન દિવસે સંઘ સ્વામી વાત્સલ્ય, પાંજરાપોળમાં પશુઓને ગોળ-પાપડીનું નિરણ, પરમાત્માને ભવ્ય અંગરચના, સામૂહિક આયંબિલ, સામાયિક યોજાયેલ.
- જોધપુરમાં ભેરૂબાગ જૈન તીર્થના આંગણે પ્રથમ તિર્થકર આદિનાથ પ્રભુના જન્મ કલ્યાણક તથા દીક્ષા કલ્યાણકના સુ અવસરે પરમ પૂજ્ય વડીલ નાયક આચાર્ય શ્રીમદ વિજય યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય પીયુષભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ શ્રમણ-શ્રમણીની નિશ્રા માં શ્રી પ્રાચીન અમીઝરા આદિનાથ પ્રભુ ઉપર અભિષેક થયા. જેમાં જોધપુરના શ્રાવક- શ્રાવિકા ગણે ખુબ ઉલ્લાસ પૂર્વક લાભ લીધો. આજના શુભ દિવસે વર્ષીતપ કરવાની શુભ ભાવનાએ ઘણા ભાવુકોએ પૂજ્ય ગુરૂદેવશ્રીના વરદ હસ્તે છઠ્ઠ તપના પચ્ચખાણ કર્યા. સંગીતકાર વિના પણ ભક્તી નો ખૂબ સુંદર માહોલ સર્જાયો હતો.
- ગીરધરનગર જૈનસંઘ અમદાવાદના આંગણે તા.ર૭ માર્ચના રોજ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજા આદિ ગુરુભગવંતો ની નિશ્રામાં પૂજય પંન્યાસ શ્રી જયેશ રત્ન વિજયજી ગણિવર્ય તથા પૂજય પંન્યાસ શ્રી પ્રેમ સુંદર વિજયજી ગણિવર્ય ને આચાર્ય પદ પ્રદાન મહોત્સવ ની પત્રીકા આલેખન કરવામાં આવ્યુ. આ પ્રસંગે મોટી સંખ્યા માં ગુરુ ભક્તો ઉપસ્થિત રહેલ
- જૈન શાસન રત્ન આદર્શ અધ્યાપક રત્ન અને કાંકરેજી સમાજના ગૌરવ સમાન સુરેન્દ્ર ગુરૂજીએ અખંડ ર૭મા વરસીતપનો પ્રારંભ કરતાં સૌએ તપસ્વીનો જયજયકાર મનાવેલ. ફાગણસુદ-૮ના રોજ સૌ વરસીતપના તપસ્વીઓએ તપનો પ્રારંભ કરેલ.
- રાજ્યના પરિવહનમંત્રી નિતિનભાઈ ગડકરીએ તાજેતરમાં લોકસભામાં જણાવેલ કે જૈન સાધુ-સંતો બધા જ હાઈવે ઉપર પગપાળા જઈ શકાય તે માટે અલગ સડક (રસ્તા) નું નિર્માણ કરવાનો સંકલ્પ કરેલ છે. જેમની જાહેરાતને જૈન સમાજે આવકારી અભિનંદન પાઠવેલ છે.
- તારીખ 27 માર્ચના રોજ દિયોદર તાલુકાના જાડા ગામ મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા નિર્મિત રત્નચિંતામણી વિહારધામ અંતર્ગત હર્ષગિરિ વિહારધામના મુખ્ય પ્રવેશદ્વાર તકતી અનાવરણ કરવામાં આવ્યું. પૂજ્યશ્રીની પ્રેરણાથી વડોદરા નિવાસી હર્ષાબેન ગીરીશભાઈ શાહ પરિવાર દ્વારા હર્ષ ગીરી વિહાર ધામ નામકરણ કરવામાં આવ્યું.
- શ્રી ભક્તિનગર થરા મધ્યે વેલાણી તારાબેન પુનમચંદભાઈ દુગરાસણની પૌત્રી મુમુક્ષુ ફોરમ દિલીપભાઈ શાહ તથા મુમુક્ષુ જીમી શૈલેષભાઈ શાહ નો દીક્ષા મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રીમદ વિજય અમીતયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ,પૂજ્ય મુનીશ્રી તિર્થપ્રેમ વિજયજી મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં પ્રારંભ થયો. પૂજ્ય ગુરૂભગવંતોનું ભવ્ય સામૈયું , બાદમાં સંગીતના સુરો સાથે નવધા ભક્તિ અમૃત અનુષ્ઠાન કરવામાં આવેલ. તારિખ ર૭ ના રોજ ચારિત્ર નું ચોપડાપૂજન કાર્યક્રમ યોજાયેલ.તારિખ ર૮ ના રોજ સમુર્તા યોજાયેલ. મુમુક્ષુઓનું વિવિધ ટ્રસ્ટો દ્વારા સન્માન કરાયેલ. સમગ્ર કાર્યક્રમ આનંદ ઉલ્લાસ પૂર્વક ઉજવાઇ રહ્યો છે.
- શ્રી લબ્ધિધામતીર્થ ધાકડીના આંગણે પૂજ્ય લબ્ધિ ગુરૂ કૃપા પાત્ર પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન નિશ્રામાં ચૈત્ર માસની ઓળી આરાધના યોજાશે. તા.૭ એપ્રિલના રોજ અત્તરવાયણા થશે. તા.૮ ઓળી પ્રારંભ તેમજ તા.૧૭ ના રોજ પારણાં યોજાશે. ઓળીનો લાભ સમી નિવાસી પરમ શ્રાવિકા કુસુમબેન હિરાલાલ શાહ પરિવારે લીધેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268