Shantishram News, Diyodar, Gujarat.
- જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણામાં શંત્રુંજય મહાતીર્થ પ્રતિવર્ષ યોજાતી છ’ ગાઉની યાત્રા કોરોનાની મહામારીના કારણે બે વર્ષ થી બંધ હતી. જે ફાગણસુદ-૧૩ તા.૧૬ માર્ચના રોજ ભવ્યરીતે “ઢેબરા તેરસ”નો મેળો યોજાયેલ. જેમાં નાના-મોટા હજારો યાત્રિકો જાેડાયેલ.બે વર્ષ બાદ પાલીતાણામાં યાત્રિકોની રોનક જાેવા મળેલ.આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સુંદર આયોજન કરાયેલ.૧૦૦ જેટલા વિવિધ ભક્તિ પાલ ઉભા કરાયેલ જેમાં યાત્રિકોની સુંદર ભક્તિ થયેલ.જે પ્રવેશ પૂર્વ યાત્રિકોનું સંઘ પૂજન,પગપક્ષાલન થયેલ.
- કલીકુંડ તીર્થ ધોળકા મધ્યે યોજાયેલ છ ગાઉની યાત્રા બાદ યાત્રિકો માટે મહેતા ત્રિલોચનાબેન દિનેશકુમાર (થરાવાળા) પરિવાર દ્વારા પાલનં.૧૦ ઉભો કરાયેલ અન્ય પરિવારો દ્વારા પાલ ઉભા કરાઈ યાત્રિકોની અનેરી ભક્તિ કરાયેલ.
- કલીકુંડ તીર્થ ધોળકા મધ્યે યોજાયેલ છ ગાઉની યાત્રા બાદ યાત્રિકો માટે વસંતીબેન બાલચંદભાઈ દેદરાણી (માંડવીવાળા) પરિવાર દ્વારા પાલનં.૨૩ ઉભો કરાઈ અનેરી ભક્તિ કરાયેલ.
- અમદાવાદ સેટેલાઈટ મધ્યે નવનીર્મિત શ્રી શત્રુંજય મહાતીર્થની પ્રતિકૃતિ સમાન ર૧ દેરીયુક્ત મીની ગિરીરાજના દર્શનાર્થે ફાગણસુદ-૧૩ ના રોજ ભક્ત પરિવારો ઉમટી પડેલ .સૌ પરમાત્મા ના દર્શન સહ ભોંયરામાં બિરાજમાન ૧૪૪૯ પ્રભુ પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવેલ. બાદમાં સૌએ ભાતા ભક્તિનો લાભ લીધેલ. ભાતામાં દહી ઢેબરાનો લાભ સુધિરકુમાર રમણલાલ શાહ પરિવાર, સેવબુંદી નો લાભ માતૃશ્રી બબીબેન જગશીભાઈ દેદરાણી (ઉણ) પરિવાર, ફાફડા નો લાભ વિજયભાઈ સી.વારીયા પરિવાર, ફ્રુટનો લાભ પ્રેરણાધામ જૈનસંઘ, ચા-દુધ નો લાભ ફુલીબેન રાજમલજી જૈન પરિવારે લીધેલ.
- શત્રુંજય જૈન સંધ, સેટેલાઈટ અમદાવાદ મધ્યે ફાગણ સુદ તેરસ નિમિત્તે શત્રુંજય મહાતિર્થનો પટ્ટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પધારેલ યાત્રાળુઓને સેવ બુંદીની અને લીંબુ શરબતની વ્યવસ્થા શ્રી સંધના યુવાનો દ્વારા કરાઈ.
- ગુજરાત સરકાર દ્વારા બજેટમાં પાંજરાપોળ તથા ગૌશાળાના પશુઓ માટે રૂપિયા ૫૦૦ કરોડ તથા રખડતા પશુઓ માટે સો કરોડ ની જાેગવાઈ કરવા બદલ જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સન્માન ગુજરાત રાજ્યની પાંજરાપોળ તથા ગૌશાળાના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે રાજ્યગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યશિક્ષણ મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ, ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલા
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268