Shantishram News, Diyodar, Gujarat.
- ગુરૂપ્રેમ આજીવન ચરણોપાસક પૂજ્ય આચાર્યશ્રી કુલચંદ્રસૂરીજી (કેસી)મહારાજ સાહેબ આદિ ઠાણાએ કાગડાજી તીર્થ, હિમાચલ પ્રદેશ માં શાસન પ્રભાવના કરાવી સંસ્કારદાન તથા જ્ઞાનદાન હેતુ પુરા ભારતમાં પરીભ્રમણ તથા ક્ષેત્ર સ્પર્શના ઉદેશ્ય સાથે જમ્મુ કાશ્મીર તરફ વિહાર કરેલ.
- પૂનાનગરે શ્રી દેવસૂરી તપાગચ્છ જૈન સંઘ કોઢંવા મુકામે ગચ્છાધિપતિ શતાબ્દી શંખનાદ શૌર્ય પુરૂષ પૂજ્ય આચાર્યશ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજા,પૂજ્ય આચાર્યશ્રી નંદિવર્ધન સાગરજી મહારાજા, પૂજ્ય સન્માર્ગ દર્શન આચાર્યશ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મહારાજાઆદિઠાણાનું ચાતુર્માસ યોજાશે.
- પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદીઠાણા પાલીતાણા મહાતીર્થે અનેક શાસન પ્રભાવનાના કાર્યો કરી મુંબઈ તરફ વિહાર કરેલ છે.પૂજ્ય ગુરૂભગવંતોનું મુંબઈ મધ્યે ગોરેગાંવ(વેસ્ટ) આદિનાથ જૈન દેરાસર મધ્યે ચાતુર્માસ પ્રવેશ થશે.
- દેલવાડા તીર્થોધ્ધારક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય સોમસુંદરસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય પુણ્યસુંદરસૂરીજી મહારાજ સાહેબ આદી વિશાળ શ્રમણ-શ્રમણી ભગવંતોનું સંવત ર૦૭૮-૭૯ નું ચાતુર્માસ હાડેચા વિહાર શ્વેતામ્બર મુર્તિપૂજક જૈન સંઘ રાજસ્થાન મધ્યે યોજાશે
- શત્રુંજય મહાતીર્થ સમીપે શ્રી સિધ્ધાચલ શ્રૃતતીર્થ પાલીતાણાના આંગણે પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રવિદેવ સૂરીશ્વરજી મહારાજાની પાવનનિશ્રામાં ૧૮ થી ૪પ વર્ષની વય મર્યાદા ના આરાધકો ને મંત્ર સાધના સહ અઠ્ઠમતપની ભવ્ય આરાધના તા.રપ,ર૬,ર૭ માર્ચના રોજ યોજાશે.
- પાટનગરી દિલ્હીના આંગણે પૂજ્ય આચાર્યશ્રી વિજયરત્નાચલસૂરી મહારાજ સાહેબ આદિ ઠાણા નો તા.૭/૭/ર૦રરના રોજ ચાતુર્માસ પ્રવેશ થશે.
- કાંકરેજ તાલુકાના ઓગડ વિદ્યામંદિર સંકુલમાં આવેલ સી.એમ.કન્યા વિદ્યાલયની ધો.૧૦ અને ૧ર ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ તથા વય નિવૃત થઈ રહેલા જગદીશભાઈ સોની નો વિદાય સમારોહ યોજાયો. જેમાં સંસ્થાના પ્રમુખ ધીરજભાઈ કિર્તીલાલ શાહ, હેમરાજભાઈ પટેલ, કોલેજના પ્રિન્સીપાલ દિનેશભાઈ ચારણ, સિંચાઈ ચેરમેન પૂરણસિંહ વાઘેલા, પ્રોફેસર ડી.ડી.ઝાલા, રમેશભાઈ પટેલ, ગીરાબેન ડી.શાહ, રાજેશભાઈ સોની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ. સૌ બાળકો તેમજ વય નિવૃત થઈ રહેલા જગદીશભાઈ સોની ને હાર્દિક શુભકામનાઓ પાઠવેલ.
[yotuwp type=”videos” id=”UyWdXN1FJJE” ]
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268