Shantishram News, Diyodar, Gujarat.
શંખેશ્વર મધ્યે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાને ભેટવા પૂનમના દિવસે આવતા યાત્રાળુઓની સવારની નવકારશીનો લાભ લઈ પાર્શ્વ પરિવાર યાત્રીકોની અનેરી ભક્તિ કરી રહ્યા છે.
શંખેશ્વર જૈન ભોજનશાળા સંકુલ મધ્યે યાત્રિકોને સવારે નવકારશીમાં મગ, ખાખરો,પુરી, લાઈવ મોહનથાળ, ઈડલી, સંભાર, પૌઆ, પાપડી, ચટની, ચા-દુધ સહ કોઈપણ પ્રકારની તકલીફ વિના સરળતાથી મેળવી નવકારશીનો લાભ લઈ શકે તેવો પાર્શ્વ પરિવારના પૂણ્યશાળી પરિવારો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના વડીલ રાકેશભાઈ, આશીષભાઈ ચોક્સી, અભયભાઇ આદિ ટીમ સૌ કોઈ સતત જહેમત થકી યાત્રિકોની અનેરી ભક્તિ કરી રહ્યા છે.
મયુરીબેન સતત ભોજનશાળાના ગેઈટ ઉપર ઉભા રહી સૌને નવકારશીનો લાભ લેવા આગ્રહ કરી રહ્યા છે. પધારેલા સૌ યાત્રિકોનું કંકુ તિલક કરી સંઘ પૂજન કરવામાં આવેલ. સૌ યાત્રિકોએ પાર્શ્વ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યની અનુમોદના કરેલ.
દર પૂનમે દાદાને ભેટવા હજારો યાત્રિકો શંખેશ્વર ધામ ઉમટી પડે છે અને દાદાની અનેરી ભક્તિ કરે છે ત્યારે યાત્રીકો ની અનેરી ભક્તિ કરતા આવા સેવાભાવી ગ્રુપની સૌએ અનુમોદના કરેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268